Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલા સાપ્તાહિક 'શ્રી'ના સતત ૪૦ વર્ષથી તંત્રીપદે હતાં...
અમદાવાદ તા. ૧૮: ગુજરાતના સુપ્રસિદ્ધ અખબાર 'ગુજરાત સમાચાર'ના ડીરેક્ટર, મેનેજમેન્ટમાં કુશળ સંચાલક અને અખબારી આલમના 'નારી રત્ન' એવા સ્મૃતિબેન શ્રેયાસભાઈ શાહનું અમદાવાદમાં નિધન થયું છે.
ગુજરાત સમાચારના મહિલા સાપ્તાહિક 'શ્રી'ના તેઓ સતત ૪૦ વર્ષથી તંત્રીપદે રહ્યા હતાં. 'શ્રી'ના માધ્યમથી ગુજરાતની લેખિકાઓને તેમની લેશક્તિને ઉજાગર કરવાનું મહત્ત્વનું પ્લેટફોર્મ પૂરૃં પાડ્યું હતું, અને ગુજરાતી લેખિકાઓનું નવું સર્જક મંડળ તેમણે સાહિત્ય અને પત્રકારત્વને ભેટ ધર્યું હતું. ગુજરાત સમાચારની મહિલા પૂર્તિના સંપાદક તરીકે પણ તેમણે વર્ષો સુધી માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત સમાચારના મેનેજીંગ તંત્રી શ્રેયાસભાઈ શાહના ધર્મપત્ની તરીકે પણ તેમણે જિંદગીભર આદર્શ ભૂમિકા અદા કરી હતી. તેમણે ગુજરાત સમાચારના સાહસિક, નિડર અને તટસ્થ પત્રકારત્વના કારણે સર્જાતા સં સમયે શ્રીમતી સ્મૃતિબેન ખરા અર્થમાં શ્રેયાસભાઈના અર્ધાંગીની બની તેમને અડીખમ સાથ આપ્યો હતો.
ગુજરાત સમાચારના મેનેજમેન્ટની વિવિધ શાખાઓ માટેની વિશિષ્ટ વ્યવસ્થાપન વિદ્યા અને આધુનિક પ્રણાલિકાને સ્મૃતિબેને પોતાની આગવી આત્મસુઝથી વિક્સાવી હતી.
ગુજરાત સમાચારના હજારો અખબાર વિતરક ભાઈઓ માટે સ્મૃતિબેન હંમેશાં સંકટ સમયની બારી બની રહ્યા હતાં. સરક્યુલેશન વિભાગ અને વિતરકો વચ્ચેની કોઈપણ ગેરસમજ સમયે સ્મૃતિબેન હંમેશાં વિતરકોના પક્ષે જ રહ્યા હતાં. તેના કારણે તેઓ વિતરકો અને એજન્ટોમાં વાત્સલ્યમૂર્તિ અને સન્માનજનક બન્યા હતાં.નવી પેઢીના પત્રકારોને પ્રોત્સાહન આપવામાં પણ તેઓ સદાય અગ્રેસર રહ્યા હતાં.
ગુજરાતી અખબારી આલમની એક વિરલ સંચાલક નારી પ્રતિભાનો એક યુગ અસ્ત થયો છે.
'નોબત' પરિવાર દ્વારા શ્રીમતી સ્મૃતિબેન શ્રેયાસભાઈ શાહના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી તેમના પુણ્યાત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ઁ શાંતિ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial