Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટી-ગાંધીનગરના હુકમની પ્રક્રિયા કેમ અટકાવી?: ચર્ચા
ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા ન.પા.ના રોજમદાર કર્મચારીઓુપ્રિમ કોર્ટમાં જવાથી ખંભાળિયાથી ગાંધીનગર સુધી તંત્ર દોડતું થઈ ગયું છે.
ખંભાળિયા નગરપાલિકાના છેક ૧૯૯પ-૧૯૯૮ થી રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓ દ્વારા તેમને કાયમી કરવા સામે જામનગર ટ્રીબ્યુનલથી માંડીને હાઈકોર્ટ સુધી ન્યાય મેળવવા દરવાજા ખટખટાવવા છતાં ઉકેલ વતા સુપ્રિમ કોર્ટમાં અપીલ થતા ખંભાળિયાથી ગાંધીનગર સુધી તંત્ર દોડતું થયું છે.
તા. ૧૭-૪-ર૦૧૩ ના રાજ્યના પાલિકા ડાયરેક્ટર તે સમયના એચ.બી. રાવલની સહીથી પાલિકાના આ ર૭ રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા તથા પાલિકાની મજૂર જગ્યામાં ર૦ ટકા ખાલી રાખીને સમાવવા તથા રપપ૦-૩ર૦૦ ના પે સ્કેલમાં લેવા હુકમ કર્યો હતો. જેના અનુસંધાને ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ જામનગર દ્વારા ર૭ કર્મચારીઓ તથા પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર જે.બી. સોનીને સાથે રાખીને સમાધાન કર્યું હતું, જેમાં પાલિકાના રોજમદારોએ ૧૯૯પ થી ર૦૧૩ સુધી હક્ક જતા કર્યો હતો તથા તા. ૧-પ-ર૦૧૩ થી ગુજરાત રાજ્ય સ્થાપના દિનથી કાયમીના હુકમ પણ આપવાના હતાં તથા ચીફ ઓફિસરે જાહેરનામું પણ રજૂ કર્યું હતું. જે પછી કાયમી ના થતાં આ કર્મચારીઓ દ્વારા હાઈકોર્ટમાં અપીલ થઈ હતી જેમાં સીંગલ બેન્ચમાં જીતી જતા મામલો સુપ્રિમમાં પહોંચ્યો છે.
આ બાબતે સુપ્રિમ કોર્ટ દ્વારા અપીલ કરનાર કૌશલ રમેશચંદ્ર જોષી તથા દેવેન્દ્ર જેરામભાઈ વરિયા સહિત ૧૬ વ્યક્તિઓ દ્વારા થતા અપીલ પસુપ્રિમ કોર્ટ દ્વારા તા. ર-૪-ર૦રપ થી ૩૦ દિવસમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિ. ગાંધીનગ ખંભાળિયા નગરપાલિકા ચીફ ઓફિસર તથા ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલને નોટીસ આપી જવાબ રજૂ કરવા જણાવાયું છે. અન્યથા તરફી કાર્યવાહી કરવામાં આવશે.
ડાયરેક્ટર ઓફ મ્યુનિ. ગાંધીનગરના મંજુરી હુકમથી થયેલી ઓર્ડર પ્રક્રિયા અટકાવીને પાલિકા દ્વારા જ હાઈકોર્ટમાં અપીલ થવાનો મુદ્દો ભારે ચર્ચાપાત્ર બન્યો છે, તથા વર્ષોથી કામ કરતા ગરીબ નાના કર્મચારીઓ દ્વારા સુપ્રિમમાં 'ધા' નાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial