Advertisement
Author: નોબત સમાચાર

છરી-ધોકા વડે હુમલો કરવાના ગુન્હામાં બે આરોપીની મુક્તિ

કૂતરાને મારવાની બાબતે

                                                                                                                                                                                                      

 જામનગર તા.૧૮ : જામનગરના અંધાશ્રમ આવાસમાં સાડા છ વર્ષ પહેલાં કૂતરાને મારવાની બાબતે યુવાન પર બે શખ્સે છરી-ધોકાથી હુમલો કર્યાે હતો તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓની મુક્તિ કરી છે.

જામનગરના અંધાશ્રમ આવાસમાં રહેતા દીપક પ્રભુદાસ જોઈસર પર ગઈ તા.૨-૭-૧૮ના દિને દીપેશ વિનુભાઈ, દીપેન વિનુભાઈ કનખરા નામના બે શખ્સે કૂતરાને મારવાની બાબતે છરી તથા ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

આ બાબતની પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે આરોપી બંધુઓની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આ કેસમાં આરોપી તરફથી વકીલ જયન ગણાત્રા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh