Advertisement
Author: નોબત સમાચાર

ખિજડીયા ૫ક્ષી અભ્યારણ્ય માટે રૂ. ૧૨ કરોડનો પ્રોજેકટઃ હાલારની સરકારી શાળાઓને ૭૫ હજાર પુસ્તકો

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગ સાથે નયારા એનર્જીના બે એમ.ઓ.યુ.:

જામનગર તા. ૧૯: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે એમઓયુ સંપન્ન થયા છે. જે અંતર્ગત જામનગરના ખિજડીયા પક્ષી અભ્યારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેકટ માટે વન વિભાગ સાથે નયારા એનર્જી સહયોગ કરશે. ત્રણ વર્ષ માટે કુલ રૂ. ૧૨ કરોડનો પ્રોજેકટ હાથ ધરાશે. તે ઉપરાંત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં જોય ફુલ લર્નિંગ સહિત વાચન સંસ્કૃતિના વિકાસમાં નયરા એનર્જીનો સહયોગ મળશે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નયારા એનર્જીએ કરેલા એમઓયુ અંતર્ગત ખિજડીયા પક્ષી અભ્યારણ સમગ્ર તથા ત્રણ વર્ષ માટે કુલ ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ અંતર્ગત વેટલેન્ડની (ભીનાશ વાળી જમીન) પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો, સ્થાનિક જૈવવિવિધતામાં સુધારો અને વેટલેન્ડસ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના સંચાલનમાં સ્થાનિક હિસ્સેદારોની ભાગીદારીને પ્રોત્સાહન અપાશે. એટલું જ નહીં, અભ્યારણ્યના કાર્યક્ષેત્ર એરિયામાં સ્થાનિક સમુદાયોને લાભદાયક એવા જળભૂમિના ઇકોલોજીકલ અને હાઇડ્રોલોજીકલ સ્વાસ્થ્યને સુધારવામાં અને દબાણયુક્ત જૈવવિવિધતા ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટમાં મુખ્યત્વે ઇકો ટુરીઝમને પ્રોત્સાહન, વેટલેન્ડ પુનઃસ્થાપન અને સંરક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ અને કેપેસિટી બિલ્ડીંગને પણ આવરી લેવામાં આવ્યા છે.

ખિજડિયા પક્ષી અભ્યારણ્ય (કેઆરએસ) અને તેની આસપાસના ભૌગોલિક વિસ્તારોની વૈવિધ્યતાની કારણે આ રામસર (આંતરરાષ્ટ્રીય મહત્ત્વના જળપ્લાવિત વિસ્તાર) સ્થળ પર વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. ૧૮૫ પ્રકાર ના છોડ, ૨૩ પ્રકારના પતંગિયા, ૨૧ પ્રકાર ડ્રેગનફલાય પ્રકારના સરિસૃપ, ૯ પ્રકારની માાછલીઓ અને જીંગાની પ્રજાતિઓ, ૩૨૧ જાતના પક્ષીઓ (જેમાં ૧૨૫ પાણીના અને ૯ સ્તનધારી પ્રજાતિઓનો સમાવેશ થાય છે). ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેયરની જોખમી પ્રજાતિઓની યાદી રેડ લિસ્ટ મુજબના ૨૯   ઉલ્લેખનીય મહત્ત્વ ધરાવતી પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે.

ખિજડિયાનું સ્થાનિક જળવિજ્ઞાનના નિયમનમાં ખિજડીયાની ભૂમિકા તેમજ સ્થાનિક અર્થતંત્ર અને સાંસ્કૃતિક મૂલ્યોને જાળવવામાં મોટું યોગદાન રહેલું છે. વરસાદી અને વહેતા પાણીથી ભૂગર્ભજળને રિચાર્જ કરવામાં આવે છે આનાથી જમીનમાં ખારાશ પ્રવેશ અટકે છે. આ ખિજડિયા પક્ષી અભ્યારણ્ય પાંચ ગામો (ઇકો સેન્સિટિવ ઝોન) થી ઘેરાયેલું છે, જેમાં, ખીજડિયા, ધૂંવાવ, જાંબુડા, સચાણા અને વિભાપર ૧ થી ૩ કિલોમીટરના અંતરે આવેલા ગામોનો સમાવેશ થાય છે. ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપનના આ પ્રોજેક્ટમાં વન વિભાગ અમલીકરણ એજન્સી તથા નયારા એનર્જી નાણાકીય અને અન્ય સંસાધન સહયોગી એજન્સી તરીકે કાર્ય કરશે તેમ પણ એમઓયુમાં જણાવવામાં આવ્યું છે.

તે ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નયારા એનર્જીએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે કરેલા સમજૂતી કરારને પરિણામે જામનગર અને દેવભૂમિ દ્વારકા ની ૧૩૦૦ સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં વાચન પ્રવૃત્તિને વેગ મળશે. આ હેતુસર નયારા એનર્જી આગામી શૈક્ષણિક વર્ષ એપ્રિલ-૨૦૨૫થી ત્રણ વર્ષ એટલે કે માર્ચ-૨૦૨૮ સુધી આ પ્રોજેક્ટ હાથ ધરવાની છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાની સરકારી શાળાઓમાં શાળા દીઠ અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ૧૫૦થી વધુ પુસ્તકો પૂરા પાડવામાં આવશે. ૧૯૦૦ આંગણવાડીઓમાં બાળકો સમજી શકે તેવી ભાષામાં ૯૦ પુસ્તકો મળશે જે બાળકોમાં પ્રારંભિક સાક્ષરતા વિકસાવશે. કુલ મળીને આશરે ૩,૭૫,૦૦૦ પુસ્તકોના વિતરણ દ્વારા વાચન અને નવી શીખ માટે એક મજબૂત આધારનું નિર્માણ આ પ્રોજેક્ટ કાર્યરત થવાથી થશે.

આ ઉપરાંત, શિક્ષકો અને ગ્રંથપાલોને ગ્રંથાલય વ્યવસ્થાપન અને વાંચન સંલગ્નતા અંગે તાલીમ પણ આપવામાં આવશે તેના પરિણામે સંસાધનોના અસરકારક ઉપયોગ અને ટકાઉ અસર સુનિશ્ચિત થશે.  એટલું જ નહીં, ડિજિટલ વાચનની ઉપલબ્ધતા અને ડિજિટલ માળખાને મજબૂત બનાવવા આ પહેલ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે અને હાલના ડિજિટલ માળખાનો ઉપયોગ કરીને સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અથવા ટેબલેટ થી સર્ચ શાળાઓના અભ્યાસક્રમમાં ડિજિટલ વાચન સત્રોને એકીકૃત કરશે. સાથો સાથ શિક્ષકોને શિક્ષણમાં ઓપન-સોર્સ ડિજિટલ લાઈબ્રેરીઓનો ઉપયોગ કરવા તેમજ ડિજિટલ વાચન અને વર્ગખંડમાં એકીકૃત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા અંગેની તાલીમ પણ આપવામાં આવશે.

આ સમગ્ર પહેલ ગુજરાતના મજબૂત વાંચન સંસ્કૃતિના નિર્માણના પ્રયાસોને વધુ ગતિ આપશે, વિવિધ શિક્ષણના સ્તરોના બાળકો માટે ગુણવત્તા યુક્ત બહુભાષી વાચન સામગ્રીનો વિસ્તાર, આંગણવાડીના બાળકોમાં બાળપણથી જ સાક્ષરતાને મજબૂત બનાવવી, ભૌતિક અને ડિજિટલ સાક્ષરતા સંસાધનો પર તાલીમ દ્વારા શિક્ષકોને સશક્ત બનાવવા, વાચનમાં સુલભતા અને સમાવેશ શક્યતા વધારવા માટે ટેકનોલોજી અને ઓપન સોર્સ પ્લેટફોર્મનો ઉપયોગ જેવી સર્વગ્રાહી બાબતોને આ એમઓયુ નવી દિશા મળશે.

આ એમઓયુ સાઇનિંગ વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, શિક્ષણ અગ્ર સચિવ મુકેશકુમાર, વન પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમાર, અગ્રમુખ્ય વન સંરક્ષક જયપાલ સિંઘ, સમગ્ર શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રંજીથકુમાર અને નયારા એનજીર્ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh