Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાવીસ ગેરકાયદે વીજજોડાણ કાપી નખાયાઃ આઠ શખ્સ સામે ફરિયાદ નોંધાવાઈઃ
જામનગર તા.૧૯ : જામનગર શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા ગુન્હેગારો, નિયમ ભંગ કરતાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને જેમાં ૩૮ વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા. જ્યારે ગેરકાયદે પ્રવૃત્તિ કરનારાને ત્યાં વીજ ટૂકડીને સાથે રાખીને ચેકીંગ કરવામાં આવતા પાવરચોરી થતી હોવાનું જણાઈ આવ્યું હતું. આ દરમિયાન બાવીસ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. જ્યારે આઠ આસામીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તથા વીજચોરોને રૂ.૧૪ લાખ ૨૩ હજારની રકમના બીલ ફટકારવામાં આવ્યા હતા.
જામનગર શહેર તથા જિલ્લામાં દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આપેલી સૂચનાના પગલે લાલપુરના એએસપી પ્રતિભા તથા જામનગરના સીટી ડીવાયએસપી જે.એન. ઝાલા અને જામનગર ગ્રામ્યના ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.
જેમાં ઈંગ્લીશ દારૂના ચાર કેસ, દેશી દારૂના બાવીસ કેસ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત અગિયારસ શખ્સ નશાની હાલતમાં ઝડપાઈ ગયા હતા. ઇંગ્લીશ દારૂના કેસમાં પોલીસે બોટલ કબજે કરી હતી. જ્યારે ૧૧૧ લીટર દેશી દારૂ પણ ઝબ્બે લેવામાં આવ્યો હતો. કુલ ૩૯ આરોપીને રૂપિયા ૩૮૩૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
રાજ્યના મુખ્ય પોલીસવડાએ અસામાજિક તત્વો તથા ગુંડાઓને પકડી પાડી શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે જામનગર શહેર તથા જિલ્લામાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પોલીસે ગોઠવેલી ડ્રાઇવમાં ૧૦૦૭ વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એમવી એક્ટની કલમ ૨૭ મુજબ ૩૮ વાહન ડિટેઇન કરી લેવાયા હતા. તે ઉપરાંત ૧૧ હિસ્ટ્રીશીટરને ચકાસવામાં આવ્યા હતા. તે ઉપરાંત ગુન્હાહિત ભૂતકાળ ધરાવતા ૨૧ની પૂછપરછ કરવામાં આવી હતી. સાતસો આઠ વાહનોને શકના આધારે ચકાસવામાં આવ્યા હતા. દારૂબંધી ભંગ અંગેના પણ કેસ કરવામાં આવ્યા હતાં.
પોલીસની ઉપરોક્ત કાર્યવાહી દરમિયાન નશાની હાલતમાં વાહન ચલાવતા ત્રણ શખ્સ મળી આવ્યા હતા. અગાઉ જેની સામે દારૂબંધીના ગુન્હા નોંધાઈ ચૂક્યા છે તેવા બુટલેગર પૈકીના ૨૬ બૂટલેગરોને પણ ચેક કરવામાં આવ્યા હતા અને ચોરીઓના ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓ પૈકીના ૪૩ આરોપીઓને પણ ચેક કરાયા હતા. ઉપરાંત પોલીસે જે અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવ્યું હતું. તે તત્વોના રહેણાંક મકાનમાં વીજ કંપનીની ટુકડીને સાથે રાખી કરવામાં આવેલા વીજ ચેકિંગમાં રૂ.૧૪ લાખ ૨૩ હજાર ઉપરાંતની વીજચોરી મળી આવી હતી. આઠ આસામી સામે ગુન્હા નોંધવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial