Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જીવા૫રમાં ઉજવાયોઃ વિશ્વ શ્રવણ દિવસ

જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા

જામનગર તા. ૧૯: જામનગર જિલ્લા પંચાયતી આરોગ્ય શાખા દ્વારા જીવાપર ગામમાં ૩-માર્ચ વિશ્વ શ્રવણ દિવસની વિશેષરૂપે ઉજવણી કરાઈ હતી. જેમાં શ્રવણ ક્ષમતા અને કાનને નુકસાનકારક  અવાજ અંગે માર્ગદર્શન અપાયું હતું.

જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ગત ૩ માર્ચ વિશ્વ શ્રવણ દિવસઃતમારી સાંભળવાની શક્તિ કેવી છે? જે અંતર્ગત વિશ્વ શ્રવણ દિવસ ઉજવણી જામનગર તાલુકાના જીવાપર ગામ ની તાલુકા શાળામાં કરવામાં આવી હતી તેમજ પ્રેઝન્ટેશન અને પત્રિકા દ્વારા વિગતવાર માર્ગદર્શન અપાયું હતું.

તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી આસપાસનો કોઈ અવાજ તમને ન સંભળાય તો કેવું લાગે? પરિવારના લોકોનો શોરબકોર, પવનનો અવાજ, પાણીનો અવાજ, દરેક અવાજ હંમેશાં કાનમાં સંભળાતા રહે છે. સાંભળ્યા વગર આપણે કંઈ રિએક્ટ પણ કરી શકતા નથી. સાંભળવાની આ ક્ષમતા જાળવી રાખવા માટે જ દર વર્ષે ૩ માર્ચે 'વર્લ્ડ હીયરિંગ ડે' એટલે કે 'વિશ્વ શ્રવણ દિવસ' ઊજવવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીગ્નેશ પટેલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાખાબાવળના ડો.ભૂમિ ઠુમ્મર ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર જીવાપર ની આરોગ્ય ટીમ ના સી.એચ.ઓ નેહલબેન ભટ્ટ અને ગામના આશા કાર્યકર સોનલબેન નાકર દ્વારા તાલુકા શાળા જીવાપરમાં બાળકો ને વિશ્વ શ્રવણ દિવસ અંતર્ગત શાળા માં પ્રેઝન્ટેશન તેમજ પત્રિકા દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તબીબોના મતે ૬૦ ડેસિબલ સુધીનો અવાજ કાન માટે સલામત ગણાય છે. ૮૫ ડેસિબલ કે તેથી વધુનો અવાજ સતત સાંભળવાથી અંશતઃ કે કાયમી બહેરાશ આવી જાય તેનું જોખમ રહેલું છે. ઈયરફોનના સતત ઉપયોગને કારણે બહેરાશ આવતી જાય છે. ૩૦ મિનિટથી વધુ ઈયરફોનનો કરવો ન જોઈએ. ઘણીવાર બહેરાશનો અંદાજો લગાડવો પણ મુશ્કેલ હોય છે. સમય રહેતા તેની સારવાર થઈ જાય તો કદાચ તેઓ તેનાથી બચી શકે છે. બહેરાશની આ સમસ્યા દૂર કરવા માટે અને લોકોમાં જાગૃતતા આવે એ માટે આ દિવસ ખાસ છે. અગાઉ માત્ર વૃદ્ધોમાં જ બહેરાશના કેસ જોવા મળતા હતા. પરંતુ, હવે મોબાઈલમાં ઈયરફોનનો વધુ ઉપયોગથી યુવાઓ સાથે બાળકોમાં પણ બહેરાશની સમસ્યા વધુ જોવા મળી રહી છે. ત્યારે બહેરાશનું વધતું જતું પ્રમાણ ચિંતાનો વિષય છે. બાળકો માં જાગૃતતા આવે એ હેતુ થી આરોગ્ય ટીમ દ્વારા શ્રવણ દિવસ અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh