Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુનિતાને લાખો લોકોની પ્રેરણા સ્ત્રોત ગણાવી
નવીદિલ્હી તા. ૧૯: સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત ગણાવી પીએમ મોદીએ ક્રુ-૯ મિશનની સફળતાને બિરદાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસાની અંતરીક્ષયાત્રી અને ભારતની દીકરી સુનિતા વિલિયમ્સની ઘરવાપસી પર શુભેચ્છાઓ પાઠવી છે. ક્રૂ-૯ અંતરીક્ષયાત્રીઓની સિદ્ધિઓને બિરદાવતાં તેમણે અભિવાદન કર્યું હતું.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરી હતી કે, 'નાસાનું ક્રૂ-૯ મિશન એ દૃઢ સંકલ્પ, હિંમત અને અનન્ય જુસ્સાનું પરિણામ છે. સુનિતા વિલિયમ્સ અને ક્રૂ-૯ના અંતરીક્ષયાત્રીઓએ ફરી એકવાર આ જ દૃઢતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનું અથાગ યોગદાન અને સાહસ લાખો લોકોને હંમેશાં માટે પ્રેરિત કરશે. તે એક આઇકોન બન્યા છે. પૃથ્વીએ તમને ખૂબ યાદ કર્યાં.'
પીએમ મોદીએ આગળ કહૃાું કે, 'સ્પેસ એક્સપ્લોરેશન માનવીના જુસ્સાને વેગ આપતાં તેમને સપનું સાકાર કરવાની હિંમત આપે છે. સુનિતા વિલિયમ્સ એક પથદર્શક અને પ્રેરણાનો સ્રોત છે. જેમણે પોતાની કારકિર્દીમાં આ જુસ્સાને જાળવી રાખતાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમને પરત પૃથ્વી પર સુરક્ષિત લાવવાના પ્રયાસમાં જોડાયેલા તમામ લોકો પર ગર્વ છે. તેઓએ કરી બતાવ્યું કે, જ્યારે જુસ્સો અને ટેક્નોલોજી એક સાથે કામ કરે છે, ત્યારે અદ્ભુત પરિણામો મળે છે.'
ક્રૂ-૯ મિશનમાં સામેલ સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર સહિત ચાર અંતરીક્ષયાત્રીઓ નવ મહિના બાદ પૃથ્વી પર પરત ફર્યા હતા. અગાઉ અનેક વખત તેમને અંતરીક્ષમાંથી પાછા લાવવાની કવાયત હાથ ધરાઈ હતી. પરંતુ નિષ્ફળતા મળી હતી. અંતે આજે વહેલી સવારે સ્પેસએક્સના ડ્રેગન ફ્રિડમ કેપ્સૂલની મદદથી ૩.૨૭ વાગ્યે આ ચારેય અંતરીક્ષયાત્રી પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial