Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંદર દિ'માં જ ૧૧૦૦ થી વધુ દર્દીઓ નોંધાયાઃ
ખંભાળિયા તા. ૧૯: દ્વારકા જિલ્લામાં ખંભાળિયા શહેર તથા નજીકના વિસ્તારોમાં નાના બાળકોમાં વ્યાપક રોગચાળો શરૂ થતા ખાનગી હોસ્પિટલો ઉપરાંત મુખ્ય સરકારી હોસ્પિટલમાં પણ રોજ ઢગલાબંધ દર્દીઓ ઉમટી રહ્યા છે.
શરદી, ઉધરસ, તાવ સાથે પેટના દુઃખાવા, ઝાડા-ઉલટી જેવા રોગચાળા વ્યાપક થતા રોજ સવારથી દર્દીઓની કતારો લાગે છે.
ગત્ મહિના આખામાં સરકારી હોસ્પિટલમાં ૧પ૦૦ દર્દીઓ નોંધાયા હતાં જે બાળકોમાં હતાં, જ્યારે આ વખતે હજુ પંદર દિવસમાં જ ૧૧૦૦ ઉપરાંતનો આંકડો વટી જતા બાળકોમાં વ્યાપક રોગચાળો ચિંતાજનક વધ્યો છે.
માત્ર બાળ દર્દીઓ જ નહીં પણ મોટી ઉંમરના સ્ત્રી-પુરુષોમાં પણ આ રોગચાળા, તાવ, ઝાડા-ઉલ્ટી, શરદી, ઉધરસ તથા પેટમાં દુઃખાવાના રોગ વ્યાપક બનતા રોજ ૪૦૦ ઉપરાંત આઉટડોર પેશન્ટ માત્ર સરકારી હોસ્પિટલમાં જ આવે છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની ભીડ જામે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial