Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિ.નો ગત્ વર્ષે ૮.૧૫ લાખથી વધુ દર્દીઓએ લીધો લાભ

સંલગ્ન મેડિકલ કોલેજમાં ૧૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ

જામનગર તા. ૧૯: જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની સેવાઓનો ગત્ વર્ષે ૮.૧પ લાખથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલનું આગામી સમયમાં નવનિર્માણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ માટે ગત બજેટમાં જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે. આગામી વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં હોસ્પિટલના આધુનિકરણ માટે વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આસપાસના અનેક જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, ત્યારે આ હોસ્પિટલના નવનિર્માણ કાર્ય દરમિયાન દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે જેની તાજેતરમાં વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગરના પ્રભારી મંત્રી મૂળુભાઇ બેરાએ મુલાકાત લઈ તલસ્પર્શી સમિક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા.

ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલને સંલગ્ન શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલમાં હાલ એમબીબીએસની ૨૫૦, એમએસ/એમડી/પીજી ની ૨૦૨, ૨૨ ડિપ્લોમા સીટો ઉપલબ્ધ છે જ્યાં અંદાજે ૧,૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.અહી બે કોલેજ બિલ્ડીંગ તેમજ ૨૨ વિભાગો આવેલા છે.વધુમાં ન્યુરોસર્જરી, યુરોલોજી અને કાર્ડિયોલોજી વગેરે જેવા સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો પણ કર્યરત છે. યુજી અને પીજી ના વિદ્યાર્થીઓ માટે ૧૯૬૨ની ક્ષમતા ધરાવતી ૧૪ હોસ્ટેલો આવેલી છે.આ ઉપરાંત રાજ્ય સરકારની મા તેમજ કેન્દ્ર સરકારની પીએમજેએવાય અંતર્ગત જરૂરીયાતમંદ દર્દીઓને યોગ્ય સારવાર પણ આપવામાં આવે છે.

હોસ્પિટલમાં ઉપલબ્ધ વિભાગો

ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે ઈ.એન.ટી વિભાગ, મેડીસીન વિભાગ, ગાયનેક વિભાગ, ઓપ્થેમોલોજી વિભાગ, ઓર્થોપેડીક વિભાગ, પીડીયાટ્રિક વિભાગ, સાયકાયટ્રી વિભાગ, ટી.બી. અને ચેસ્ટ વિભાગ, સ્કીન વિભાગ, સર્જરી વિભાગ તેમજ સ્પેશિયાલીટી વિભાગ તરીકે  રેડિયોથેરાપી વિભાગ, ન્યુરોસર્જરી વિભાગ, યુરોલોજી વિભાગ, કાર્ડિયોલોજી વિભાગ આ ઉપરાંત સુપર સ્પેશિયાલીટી વિભાગ તરીકે તેમજ રેડિયોલોજી વિભાગ, પેથોલોજી વિભાગ, માઈક્રોબાયોલોજી વિભાગ, બાયોકેમેસ્ટ્રી વિભાગ ડાયગ્નોસીસ વિભાગ કાર્યરત છે.

હોસ્પિટલ અને કોલેજ મહેકમ

ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલમાં વર્ગ-૧ ની ૩,  વર્ગ-૨ ની  ૩૫, વર્ગ-૩ નર્સિંગ સ્ટાફની  ૮૧૩,  વર્ગ-૩ વહીવટી સ્ટાફની ૫૯, વર્ગ-૩ પેરામેડીકલની ૧૪૭, વર્ગ-૪ ની ૩૭૮ મળી  કુલ ૧૪૩૫ જગ્યાઓ કાર્યરત છે.

ગત વર્ષે ૮.૧૫ લાખથી વધુ દર્દીઓએ સેવાનો લાભ લીધો

વર્ષ ૨૦૨૪-૨૫ ના ફેબ્રુઆરી માસ સુધીમાં હોસ્પિટલની ઓપીડીમાં ૮,૧૫,૨૮૧ દર્દીઓની તપાસ કરાઈ છે. જેમાં આઈ.પી.ડી.માં ૯૩,૭૭૭, પ્રસૂતિ કેસ ૭,૮૭૪, ૧૩,૫૮૭ મુખ્ય સર્જરીઓ તથા ૧૫,૩૧૫ નાની સર્જરીઓ કરવામાં આવેલ છે. સાથે જ ૧૭,૪૯,૫૯૪ લેબ પરિક્ષણ તથા ૩,૫૫,૪૨૯ એક્સ-રે કરવામાં આવ્યા છે.

હોસ્પિટલને મળશે આ નવી સુવિધાઓ

ડીએનબી કોર્સ અને સુપર સ્પેશિયાલિટી કોર્સ શરૂ કરવા જિનેટિક લેબોરેટરીની સંપૂર્ણ સુવિધા, ઓન્કો-હિમેટોમીની વિંગ, જીઓજી હેઠળ સ્કીલ લેબોરેટરીની, ૫૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતાનો તફાવત ભરવા માટે હોસ્ટેલની સુવિધા, વર્ગ-૧ થી ૪ માટે જરૂરી ક્વાર્ટર સાથે કેમ્પસનું રિમોડેલિંગ, કેમ્પસના રહેવાસીઓ માટે સિવિક સેન્ટર શરૂ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh