Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના સામાજિક કાર્યકરનો નગરજનોને અનુરોધઃ
જામનગર તા. ૧૯: પર્યાવરણપ્રેમી અને સામાજિક કાર્યકર ભાવેશભાઈ હરિયા જણાવે છે કે, ઉનાળાની શરૂઆત થઈ ગયેલ છે. સામાજિક સંસ્થાઓ, પર્યાવરણ પ્રેમીઓ તેમજ ગુજરાત સરકાર તરફથી ગામડાઓ તેમજ શહેરમાં વૃક્ષારોપણ થયેલ હશે અને માવજત પણ કરવામાં આવતી હશે, પરંતુ જરૂરિયાત મુજબ વૃક્ષોને આપણે પાણી પિવડાવીએ, વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે અને વૃક્ષો આપણને ઓક્સિજન પણ આપે છે અને ધોમ ધખતા તાપમાં જીવ સૃષ્ટિને છાયડો પણ આપે છે. શક્ય હોય તો જાહેર સ્થળોએ પક્ષીઓ જે વૃક્ષના ફળ ખાય તેવા વૃક્ષો પણ વાવીએ.
હવે ઉનાળામાં બહુ તડકો પડવાનો છે. આ ધોમધખતા તાપને સહન કરવો જીવ સૃષ્ટિ માટે લોઢાના ચણા ચાવવા જેવું જ અઘરૂ છે. જેથી ભવિષ્યમાં પર્યાવરણનું જતન અને જીવ સૃષ્ટિનું રક્ષણ કરવા માટે આપણે જરૂરિયાત મુજબ વૃક્ષને એક બાલદી (ડોલ) પાણી પીવડાવીએ જેથી એ વૃક્ષ મોટું બની રહે, સાથે હવા તેમજ પર્યાવરણ સુધરે. આપણે ઘરે આર.ઓ. પ્લાન કે અન્ય ફિલ્ટર પ્લાન હોય છે. શુદ્ધ પાણી આપણે વાપરીએ છીએ અને અમુક પાણી વેસ્ટ જાય છે. એ પાણી ઝાડને પીવડાવી પર્યાવરણનું જતન કરવું તેમજ યોગ્ય જગ્યાએ અબોલ પશુ-પક્ષીઓ માટે પણ પાણીની કુંડી તેમજ માટીના કુંડાઓની વ્યવસ્થા કરીએ અને તેમાં દરરોજ જરૂરિયાત મુજબનું પાણી નાખીને પશુ-પક્ષેઓની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરીએ અને તે પણ એક પુણ્યનું કામ છે. અબોલ પશુ-પક્ષીઓના આશીર્વાદ મેળવીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial