Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભડભડ કરતી સળગી ઊઠી મિનિ બસ
પૂણે તા. ૧૯: આજે સવારે પૂણેમાં કરૂણાંતિકા સર્જાઈ હતી. ભડભડ કરતી સળગી મિનિ બસમાં ઓફિસે જતા ૪ કર્મચારી જીવતા ભૂંજાયા હતાં.
પૂણેના પિંપરી ચિંચાવાડ વિસ્તારમાંથી એક ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ લાગી જતા ચાર લોકો જીવતા ભૂંજાઈ ગયા. બુધવારે સવારે એક પ્રાઈવેટ કંપનીની ગાડીમાં આગ લાગી જતાં નોકરીએ જતા ચાર કર્મચારીઓ આ દુર્ઘટનાનો શિકા થયા હતાં, જ્યારે અન્ય ૬ લોકો ગંભીર રૂપે ઘાયલ થો પણ દાવો કરાયો છે, જેમાં ડ્રાઈવર પણ સામેલ છે. પિંપરી ચિંચવાડ વિસ્તારના હિંજેવાડીમાં આ દુર્ઘટના ઘટી હતી.
એક ટેમ્પો ટ્રાવેલર (મિનિ બસ) માં કેટલાક કર્મચારીઓ ઓફિસે જઈ રહ્યા હતાં, જ્યારે ટ્રાવેલર ડસોલ્ટ સિસ્ટમ નજીક પહોંચી, ત્યારે તેમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા પછી કેટલાક કર્મચારીઓ ગાડીમાંથી બહાર નીકળી ગયા હતાં, પરંતુ ચાર લોકો ગાડીમાં ફસાઈ ગયા અને જીવતા બળી ગયા હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.
આ ટેમ્પો ટ્રાવેલર વ્યોમા ગ્રાફિક્સ કંપનીના કર્મચારીઓની સ્ટાફ બસ હોવાની જાણકારી મળી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સ્ટાફ ટેમ્પો ટ્રાવેલરમાં વહેલી સવારે ખાનગી કંપનીના ૧ર કર્મચારીઓ ઓફિસ જઈ રહ્યા હતાં. જેમાં અચાનક ડ્રાઈવરની સીટ નીચેથી આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓ સુરક્ષિત બહાર નીકળી ગયા હતાં, પરંતુ આગના કારણે પાછળનો દરવાજો લોક થઈ જતા ચાર કર્મચારીઓ આગની લપેટમાં આવી ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial