Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં દેશી દારૂ અંગે કુલ નવ દરોડામાં બેની અટકાયતઃ સાત મહિલા ફરાર

રૂ.૧૯,પ૧પની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયોઃ

જામનગર તા.૧૯ : જામનગર શહેર તથા જિલ્લામાં પોલીસે અલગ અલગ નવ સ્થળોએ દેશી દારૂ અને દારૂની ભઠ્ઠી અંગે દરોડા પાડ્યા હતા. જેમાં કુલ બે પુરૂષ આરોપી ઝડપાઈ ચૂૂક્યા હતા. જ્યારે સાત મહિલા આરોપી હાજર મળી આવ્યા ન હતા. પોલીસે કુલ રૂ.૧૯,૫૧૫ની કિંમતનો દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના સાધનો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યાે છે.

લાલપુર તાલુકાના જોગવડ ગામ પાસેના તળાવનેસ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ઝૂંપડામાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો, ર૧ લીટર દેશી દારૂ તથા ૨૦ લીટર આથો મળીને કુલ ૪૭૯૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યાે હતો અને જેકેન જેસુરભાઈ ઘોડાની અટકાયત કરી હતી. ઉપરાંત જોગવડના તળાવનેસ વિસ્તાર પર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીમાંથી પોલીસે ૧પ લીટર આથો કબજે કર્યાે હતો. જ્યારે આરોપી મહિલા કામલબેન સાજણભાઈ ઘોડા હાજર મળી આવી ન હતી.

જામનગરમાં બાવરીવાસ વિસ્તારમાં એક ઝંૂપડામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી પર પોલીસે દરોડો પાડ્યો હતો અને બે લીટર દેશી દારૂ, ચાલીસ લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળીને કુલ રૂ.૧૬૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યાે હતો. જ્યારે આરોપી મહિલા માલાબેન જીવણભાઈ ડાભી હાજર મળી આવી ન હતી.

શહેરના નીલકમલ સોસાયટી પાછળ જાગૃતિનગર બાવરીવાસમાં ઝૂંપડામાં રહેતી માલાબેન દીપકભાઈ ધાધલ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ સમયે તેના ઝૂંપડામાંથી દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો અને સાધનો મળી કુલ રૂ.ર હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યાે હતો. જો કે, આરોપી મહિલા હાજર મળી આવી ન હતી. આ જ વિસ્તારમાં રહેતી મીનાબેન ગોપાલભાઈ મારવાડી નામની મહિલા પણ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને પાંચ લીટર દેશી દારૂ, ચાલીસ લીટર દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૨૨૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

જાગૃતિનગરમાં ઝૂં૫ડામાં રહેતી કૌશલબેન ભરતભાઈ કોળી દારૂની ભઠ્ઠી ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ત્રણ લીટર દેશી દારૂ, સાંઈઠ લીટર દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૨૩૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યાે હતો. જો કે આરોપી મહિલા મળી આવ્યા ન હતા.

શહેરના ખુલ્લા ફાટક પાસે બાવરીવાસ વિસ્તારમાં રહેતી ગોદાવરીબેન ધરમપાલ પરમારના ઝૂંપડામાં પોલીસે દરોડો પાડીને પાંચ લીટર દેશી દારૂ, સાંઈઠ લીટર દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના સાધનો મળી રૂ.૨૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. જો કે, આરોપી મહિલા હાજર મળી આવ્યા ન હતા.

લાલપુર તાલુકાના રકકા ગામમાં રહેતા જયસુખ બચુભાઈ દેગામાના મકાનમાંથી ૪૦ લીટર દારૂ બનાવવાનો આથો પોલીસે કબજે કર્યાે હતો જો કે, આરોપી હાજર મળી આવ્યા ન હતા.

લાલપુર તાલુકાના પીપર ટોડા ગામમાં રહેતા હરદેવસિંહ ઉર્ફે ભોપી લાલુભા જાડેજાના મકાનમાં પોલીસે દારૂની બાતમીના આધારે દરોડો પાડી ૫૦ લીટર દારૂ બનાવવાનો આથો, પાંચ લીટર દેશી દારૂ, ગેસનો ચુલો, બાટલો વગેરે મળી રૂ.૩૪૫૦નો મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh