Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂત ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર મેળવનાર જામનગર જિલ્લાના સૌપ્રથમ લાભાર્થી બન્યા

જામનગરના પત્રકાર મુકુન્દભાઈ બદીયાણી

જામનગર તા. ૧૯: ગુજરાત રાજયમાં તા.૦૧/૦૫/૧૯૬૦ પછી જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થયેલ હોય અને ખેડૂત પ્રમાણપત્ર મેળવવાનું બાકી હોય તેવા ખાતેદારો અથવા તેઓના સીધી લીટીના વારસદારોને ખેડૂત પ્રમાણપત્ર આપવા માટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં ઠરાવ થયેલ કે વર્ષો પૂર્વે રાજ્ય સરકાર દ્વારા રસ્તા, નહેર કે અન્ય વિકાસકામો માટે ખેડૂતોની જમીન સંપાદન થયા બાદ નિયત સમય મર્યાદામાં સંજોગોવશાત જમીનની ખરીદી ન કરી શકનાર ખેડૂતો ખાતેદાર મટી ગયા હતા અને ખેતીની નવી જમીન ખરીદ કરવા હક્કદાર રહૃાા નહોતા.

રાજ્યના આવા સંખ્યાબંધ ખેડૂતોની રજૂઆતોથી તેમની વેદનાથી વાકેફ થઈને સરકારે એક પરિપત્ર કરી સંપાદનમાં ગયેલી જમીનના ખેડૂતોને નવી જમીન ખરીદ કરવા માટેની સમયમર્યાદામાં મુક્તિ આપી હતી. જે મુજબ આવા ખાતેદારોને જે તે જિલ્લાના પ્રાંત અધિકારી દ્વારા ખેડૂત ખાતેદાર તરીકેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.જે ઠરાવ અન્વયે આ લાભ મેળવનાર જામનગરના મુકુન્દરાય બદીયાણી જિલ્લાના સૌ પ્રથમ લાભાર્થી બનવા પામ્યા છે.

આ અંગેની વધુ વિગત જોઈએ તો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના ખાતેદાર ખેડૂત મોહનલાલ પરસોત્તમભાઈ બદીયાણી કે જેઓ ખેતીની જમીન ધારણ કરતા હતા. પરંતુ આ જમીનને નાયબ કલેકટર દ્વારા વર્ષ ૧૯૯૪માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સંપાદિત કરવામાં આવેલ. ત્યારબાદ મોહનલાલ પરસોત્તમ બદીયાણીનું તા.૦૨/૦૧/ ૨૦૦૧ ના અવસાન થયેલ આથી વારસાઈ આંબા મુજબ તેમની સીધીલીટીના વારસદાર તરીકે મુકુન્દરાય મોહનલાલ બદીયાણીએ જરૂરી સોગંદનામુ રજૂ કરી ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મેળવવાની જિલ્લા કલેક્ટર સમક્ષ માંગણી કરેલ હતી.

રાજ્ય સરકારના ઠરાવ મુજબ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં જિલ્લા કલેક્ટર કેતનભાઈ ઠક્કર અને લાલપુરના પ્રાંત અધિકારી એસ. જે. અસવારે તાકીદે કામગીરી હાથ ધરીને રાજ્ય સરકારની નવી નીતિના અમલીકરણનો જિલ્લામાં પ્રારંભ કર્યો છે.

 મોહનલાલ પરસોત્તમ બદિયાણીના સીધીલીટીના વારસદાર તરીકે મુકુન્દરાય બદીયાણી અને તેમના ભાઈ બેનોનો પરિવારે તમામ ધારા ધોરણો પરીપૂર્ણ કરતા હતા. આથી તમામ જોગવાઈઓને ધ્યાને લઈ મુકુન્દરાય મોહનલાલ બદીયાણીને લાલપુરના પ્રાંત અધિકારી એસ. જે. અસવાર દ્વારા ખેડૂત ખાતેદારના દરજજાનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતુ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh