Advertisement
Author: નોબત સમાચાર

રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા મનપાની ટીમ આકરા પાણીએઃ ૭ ઢોર ઝડપી લીધા

શહેરની બહાર પશુઓ મોકલવા ઢોરમાલિકોને મુદ્ત અપાઈઃ

જામનગર તા. ૧૮: જામનગમાં રસ્તે રઝળતા ઢોરથી લોકો, વાહનચાલકો હેરાન-પરેશાન થઈ ગયા છે. સમયાંતરે ઢોર હડફેટે માનવ જાનહાનીના બનાવો બનતા રહે છે. આમ છતાં ઢોર જેવા તંત્રને અસર થતી નથી. આથી ગઈકાલે મહાનગર પાલિકાની ટીમ ઢોર માલિકોના ઘરે પહોંચી હતી અને અનેક ઢોર પકડી લીધા હતાં. આ સમયે ઢોર માલિકો સામે અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી, જ્યારે ઢોરમાલિકોએ પાંચ દિવસમાં પોતાના ઢોર શહેર બહાર મોકલી આપશે. તે માટે સમયની માંગણી કરતા તેમને પાંચ દિવસની મુદ્ત આપવામાં આવી હતી.

જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરની સમસ્યા વકરી રહી છે, અને સમયાંતરે આવા ઢોર વાહનચાલક અથવા રાહદારીને હડફેટમાં લેતા રહે છે. પરિણામે તેમને ગંભીર ઈજા પહોંચે છે અથવા ઈજાનો ભોગ બનવું પડે છે. ઉપરાંત ટ્રાફિક પણ અવરોધાતો રહે છે.

આથી ગઈકાલે નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં મનપાની વિવિધ શાખાનો સ્ટાફ વિશાળ પોલીસ કાફલાના બંદોબસ્ત હેઠળ જલારામનગરમાં રહેતા ઢોરમાલિકોના ઘરે ત્રાટક્યો હતાં અને સાતેક ઢોર પકડી પાડ્યા હતાં અને કબજે લઈ ઢોરના ડબ્બામાં મોકલી આપ્યા હતાં.

આખરે ઢોરમાલિકો સામે અધિકારીઓએ બેઠક પણ યોજી હતી. ત્યારે ઢોર માલિકોએ પાંચ દિવસની મુદ્ત માંગી હતી. જેમાં તેઓ સ્વેચ્છાએ ઢોરને શહેરની બહાર લઈ જવાની ખાતરી આપતા હાલ પૂરતી ઢોરમાલિકોના ઘરેથી ઢોર ઉપાડી લેવાની કામગીરી મુલતવી રાખી હતી, જો કે રૂટીન ઢોર પકડવાની કામગીરી યથાવત્ ચાલુ રહેશે.

નાયબ મ્યુનિ. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ઢોરમાલિકોએ પોતાના ઢોર માટે લાયસન્સ/ પરમીટ મેળવવાની રહે છે, પરંતુ તેના નિયમનું પાલન કરવામાં આવતું નથી. પરિણામે શહેરમાં ઢોરનો ત્રાસ રહે છે.

આમ હવે તંત્રએ આકરી કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે લોકોને રસ્તે રઝળતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળશે તેવો માહોલ હાલમાં તો જોવા મળી રહ્યો છે.

ગઈકાલે કરવામાં આવેલી કામગીરી સમયે નાયબ મ્યુનિ. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, ઉપરાંત અન્ય અધિકારીઓ મુકેશ વરણવા, નીતિન દિક્ષિત, રાજભા જાડેજા, કટેશિયાભાઈ, સુનિલ ભાનુશાળી, સિક્યોરીટી સ્ટાફ તથા વિશાળ સંખ્યામાં પોલીસ કાફલો બંદોબસ્તમાં સાથે રહ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh