Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોક વિચાર મંચની રજૂઆતઃ
જામનગર તા. ૧૮: જામનગરની લોક વિચાર મંચ નામની સંસ્થાના અધ્યક્ષ સદેવંત મકવાણાએ રાજયના મુખ્યમંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી ફરજિયાત હેલ્મેટની અમલવારી ખાસ કરીને નાના ગામો, તથા શહેરી વિસ્તારોમાં મોકુફ રાખવા તેમજ ટ્રાફિકને લગતા અન્ય પ્રશ્નોનું કાયમી નિરાકરણ કરવા રજુઆત કરી છે.
હાલના ખૂબજ હરીફાઈના યુગમાં ગુજરાતમાં ફરીવખત હેલ્મેટની અમલવારીના આદેશ આપવામાં આવેલ છે ત્યારે, આપ સાહેબને જણાવવાનું કે, મોટાભાગના દ્રિચક્રી વાહનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની રોજીરોટી માટે ગાડીનો ઉપયોગ કરતા હોય છે. જેઓ મોટાભાગે મહેનત મજુરીની કામગીરી સાથે જોડાયેલા હોય છે. આવા લોકોને પોતાના હેલ્મેટ ક્યાં રાખવા એ મોટો પ્રશ્ન હોય છે ઉપરાંત કાળઝાળ ઉનાળાની ગરમી શરુ થઇ ગઈ છે. હેલ્મેટ પહેરવાથી સાઈડમાં દેખાતું ન હોય અકસ્માતો વધવાને સંભાવના છે. હેલ્મેટની સ્વચ્છતાના અભાવે રોગો થવાનો ભય રહેશે. અચાનક થયેલ અમલવારીની જાહેરાતોના લીધે લોકોને હલકી કક્ષાના હેલ્મેટ ઊંચા ભાવે પધરાવી દેવી છે અને ગ્રાહકોનું શોષણ થાય છે ત્યારે સૌપ્રથમ દુકાનોમાંથી હલકી ગુણવતાના હેલ્મેટ જપ્ત કરવા જોઈએ. હેલ્મેટ પહેરવાથી કે ન પહેરવાથી કોઈની સુરક્ષા જોખમાઈ એવું નથી કેમકે કોઇની પાચમની છઠ્ઠ થવાની નથી.
લાખોના ખર્ચે ઉભા કરવામાં આવેલા ટ્રાફિક સિગ્નલો બંધ છે તે ચાલુ કરવા જોઇએ. ૧૭ ફેન્સી અને નંબર પ્લેટ વગરની ગાડીઓને ફરતી અટકાવવી જોઈએ. ફોર વ્હીલરના કાચમાં લાગેલી કાળી ફિલ્મ દૂર કરવી જોઈએ. ખાડા વગરના અને મનફાવે ત્યાં બનવવામાં આવેલા સ્પીડ બ્રેકરો દૂર કરવા જોઈએ. બેફામ દોડતા તમામ પ્રકારના વાહનો સામે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. શહેરમાં નો-એન્ટ્રી અને નો એન્ટ્રીના સ્થળોએ દોડતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવી જોઈએ. કચરાની નંબર પ્લેટ વિનાની અને મનફાવે ત્યાં કોથળા લટકાવી દોડતી ગાડીઓ સામે કાર્યવાહી થવી જોઈએ. દરેક ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક વ્યવહાર સુચારુરૂપે ચાલે તે માટે પૂરતો સ્ટાફ રાખવો જોઈએ. છાસવારે શહેરમાં થતા ટ્રાફિકજામના પ્રશ્ને ડી પી કપાતની વર્ષોથી બાકી રહેલી કપાતની અમલવારી તત્કાલ હાથ ધરવી જોઈએ. વર્ષોથી સુભાષ બ્રિજની રેલીંગની કામગીરી બાકી છે તેની સામે તંત્ર બેધ્યાન છે જયારે બીજા કરોડોના કામો કેવી રીતે મંજુર થઇ ગયા અને ચાલુ થઇ ગયા તે મોટો સવાલ છે. અનેક શાળાના બાળકો એકીસાથે છૂટતા હોય થતા ટ્રાફિકજામ અંગે શાળાને સાથે રાખી કોઈ પગલા લેવા જોઇએ. તેમજ લોકોમાંથી જાણવા-સાંભળવા મળ્યા મુજબ કોર્ટનો આદેશ છે કે શહેરી વિસ્તારોને હેલ્મેટમાંથી મુક્તિ છે તે અંગે પણ યોગ્ય અખબારી ખુલાસો કરશો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial