Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્મના આધારે અમેરિકાની નાગરિકતા આપતા
વોશિંગ્ટન તા. ર૪ઃ 'બર્થરાઈટ સિટીઝનશીપ'ના આદેશ સામે સ્ટે અપાતા અમેરિકામાં જન્મેલા બાળકોને મળતી નાગરિક્તા રહેશે. કોર્ટે ટ્રમ્પના આદેશ પર લગાવી રોક, જન્મના આધારે અમેરિકાની નાગરિક્તા આપતા કાયદાને ટ્રમ્પે રદ્ કર્યો હતો. જેને કોર્ટે ગેરબંધારણીય કદમ ગણાવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણી કેમ્પેઈન સમયે જ વચનો આપ્યા હતાં કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓને બહાર કરવામાં આવશે. આ માટે તેમણે કડક નિર્ણયો લીધા. જેમાંથી એક હતો બર્થરાઈટ સિટીઝનનો અધિકાર. જે હેઠળ અમેરિકામાં જન્મેલા બાળકોને જન્મજાત અમેરિકાની નાગરિક્તા મળી જતી હતી. તેનાથી તેમના અપ્રવાસી માતા-પિતાને પણ અમેરિકામાં રહેવામાં સરળતા રહેતી હતી, પરંતુ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ એક્ઝિક્યુટીવ ઓર્ડર પાસ કર્યો કે, આગામી ૩૦ દિવસ પછી આ કાયદો ખતમ થઈ જશે. હવે અમેરિકી કોર્ટે ટ્રમ્પના આ બર્થરાઈટ સિટીઝનશીપ ખતમ કરવાના ઓર્ડર પર રોક લગાવી દીધી છે.
અમેરિકાની એક કોર્ટે નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો આપતા બર્થરાઈટ સિટીઝનશીપ ખતમ કરવાના તેમના આદેશ પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે પ્રમુખ બનતા જ ટ્રમ્પે આદેશને લગતા એક એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતા અમેરિકામાં લાખો લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
ઉલ્લેખનિય છે કે, નવા પ્રમુખ ટ્રમ્પના આદેશ અનુસાર આગામી મહિનાથી એવા લોકોની અમેરિકન નગરિક્તા છીનવાઈ જવાનો ડર હતો કે જેમની પાસે માતા-પિતા અમેરિકન ન હોવા છતાં તેમની પાસે અમેરિકન નાગરિક્તા છે.
જો કે, કોર્ટે ટ્રમ્પના આદેશને સ્પષ્ટરૃપે ગેરબંધારણીય ગણાવી દેતા તેના પર સ્ટે આપી દીધો હતો. ટ્રમ્પે બર્થરાઈટ સિટીઝનશીપને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો જેને કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યો છે, કારણ કે આ આદેશ અમેરિકાના બંધારણના ૧૪ મા સંશોધનનો ભંગ કરે છે. ટ્રમ્પનો આ એક્ઝિક્યુટીવ ઓર્ડર સાઈન કર્યા પછી એવા લાખો પ્રવાસીઓ પર જોખમ તોળાઈ રહ્યું હતું જેમના માતા-પિતા ભલે અમેરિકી નાગરિક નહતા, પરંતુ તેમને અમેરિકામાં જન્મ થવાના કારણે નાગરિક્તા મળેલી હતી.
કોર્ટે કહ્યું કે આ અમારા દિમાગને હચમચાવી દે છે. આ સ્પષ્ટ રીતે ગેરબંધારણીય આદેશ છે. બર્થરાઈટ સિટીઝનશીપવાળા મામલે ટ્રમ્પના નિર્ણય વિરૃદ્ધ ફેમોક્રેટ્સના નેતૃત્વ ચાર રાજ્યોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતાં. આ કેસની સુનાવણી પછી યુએસ ડિસ્ટ્રીક્ટ જજ જ્હોન કોફનરે ટ્રમ્પના આ આદેશ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે.
આ પહેલા ટ્રમ્પે જે આદેશ આપ્યો હતો તે મુજબ ર૦ ફેબ્રુઆરી પછી જન્મ લેનારા બાળકોને અમેરિકાની નાગરિક્તા ન મળત. તેના કારણે ગ્રીન કાર્ડ વગર અમેરિકામાં રહેતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં પડી જાત. ફેડરેલ જજે આ આદેશ પર રોક લગાવીને અનેક પ્રવાસીઓને મોટી રાહત આપી છે. અત્રે જણાવવાનું કે ર૦ જાન્યુઆરીના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતાં અને ત્યારપછી તરત જ તેમણે બર્થરાઈટ સંબંધિત નાગરિક્તાના નિયમોને સમાપ્ત કરવાનો આદેશ બહાર પાડ્યો હતો.
યુએસ ડિસ્ટ્રીક્ટ જજ જોન કોફેનરે, ચાર ડેમોક્રેટિક શાસિત રાજ્યોની અરજી પર વિચાર કરીને ટ્રમ્પ વહીવટી તંત્રને આદેશ લાગુ કરવાથી અસ્થાયી રૃપે અવરોધિત કર્યો છે. ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળની શરૃઆતના પહેલા દિવસે ર૦ જાન્યુઆરીએ આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના છે. પોતાના શપથ ગ્રહણ પછી તેમણે યુએસ એજન્સીઓને આદેશ આપ્યો કે તેઓ યુએસમાં જન્મેલા બાળકોને નાગરિક્તા આપવાનો ઈનકાર કરે.
આ નાગરિક્તા પ્રણાલી એવા બાળકો માટે હતી જેમના માતા-પિતા ન તો અમેરિકન નાગરિક છે કે ન તો કાયદેસર કાયમી રહેવાસી છે. 'મને સમજાતું નથી કે કોઈ વકીલ કેવી રીતે કહી શકે કે આ આદેશ બંધારણીય છે. તે મારી સમજની બહાર છે. આ સ્પષ્ટપણે ગેરબંધારણીય આદેશ છે.' જસ્ટિસ કોગનૌરે આદેશ પર સ્ટે મૂકતા કહ્યું હતું.
વોશિંગ્ટન, એરિઝોના, ઈલિનોઈસ અને ઓરેગોન જેવા ડેમોક્રેટિક શાસિત રાજ્યોએ દાવો કર્યો હતો કે ટ્રમ્પનો આદેશ યુએસ બંધારણના ૧૪ મા સુધારા હેઠળ ગેરંટીની નાગરિક્તાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં જન્મેલી કોઈપણ વ્યક્તિ આ દેશની નાગરિક છે.
અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન ઈમિગ્રન્ટ સંગઠનો અને એક ગર્ભવતી મહિલા દ્વારા ટ્રમ્પના આદેશ સામે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ સાથે શપથ લીધા પછી તરત જ ટ્રમ્પની મોટી ન્યાયિક લડાઈ શરૃ થઈ ગઈ છે. આ કેસોમાં ટ્રમ્પના આદેશને પડકારવામાં આવી રહ્યો છે. દર વર્ષે લગભગ ૧.પ લાખ આવા બાળકોને અમેરિકામાં નાગરિક્તા મળે છે.
'રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે બંધારણીય અધિકારો છીનવી લેવાની સત્તા નથી' મેસેચ્યુસેટ્સ એટર્ની જનરલ એન્ડ્રીયા જોય કેમ્પબેલે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ટ્રમ્પના આ પ્રતિબંધના આદેશ પછી ઘણાં ભારતીય યુગલો અમેરિકન નાગરિક્તા મેળવવા માટે ઉતાવળમાં અમેરિકામાં બાળકો પેદા કરવાની યોજના બનાવી રહ્યા હતાં. ઘણાં ભારતીય યુગલોએ ર૦ ફેબ્રુઆરી પહેલા ડોક્ટરોનો સંપર્ક કર્યો અને સી-સેક્શન માટે હોસ્પિટલોમાં એપોઈન્ટમેન્ટ લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial