Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે રપ-ફેબ્રુઆરી પછી જ મહત્તમ નામો જાહેર થાય તેવી શક્યતા
ખંભાળીયા તા. ર૪ઃ સમગ્ર દેશમાં ભાજપ દ્વારા તળિયેથી ટોચ સુધી એટલે કે, બુથ પ્રમુખ - મંડળ પ્રમુખથી માંડીને જિલ્લા તથા રાજ્ય પ્રમુખની નવી રચના માટેનો તખ્તો તૈયાર થઈ ગયા પછી અન્ય રાજ્યો બિહાર જેવામાં તો ક્યારના જિલ્લા પ્રમુખો નિમાઈ ગયા છે. ત્યારે ગુજરાતમાં ૪-૧-ર૦રપ થી ફોર્મ ભરાઈ ગયા અને અગાઉ સીધી નિમણૂક રાજ્ય જિલ્લા પ્રમુખોની જાહેર કરવાના બદલે આ વખતે ફોર્મ ભરીને પ્રમુખપદુ નક્કી કરવાનું હોય, નામોમાં વિવાદો થતા અનેક જગ્યાએ ઘર્ષણ થતા નિયુક્તિ વિલંબમાં પડી હતી.
જો કે, કાર્યક્રમોના બહાને હાલના ઈન્ચાર્જ પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, અમિત શાહ, ભૂપેન્દ્રભાઈ યાદવ, મનસખુ માંડવિયા અને જે.પી. નડ્ડા સહિતના રાઉન્ડ મારી ગયા પછી પણ કેટલાક જિલ્લાઓમાં હજુ સહમતી ના થઈ હોય, નામો વિલંબમાં પડેલા છે ત્યારે ૬૬ ન.પા. તથા જુનાગઢ મ.ન.પા. અને ખેડા જિલ્લા સહિતની ચૂંટણીઓ જાહેર થતા હવે રાજ્ય તથા જિલ્લા પ્રમુખપદુ તા. ર૦-ર-ર૦પ ના ચૂંટણીના પરિણામો પછી થાય તેવી સંભાવના છે, તો આવતા સપ્તાહમાં જ્યાં કંઈ વિરોધ-વંટોળ નથી ત્યાં મોટી પાલિકા ચૂંટણીઓ ના હોય ત્યાં નામો બિનવિવાદ હોય, તે કરવાની શક્યતા પણ છે. તો ગુજરાતનું જિલ્લા પ્રમુખ કોકડું છેક દિલ્હી સુધી લંબાઈ તેમ જણાય છે. તો અનેક ઉમેદવારોના સમર્થકો દિલ્હી આંટાફેરા મારતા થયા છે...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial