Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી ૨૭ જાન્યુઆરીના આપશે લીલીઝંડીઃ
ગાંધીનગર તા. ૨૪ઃ મહાકુંભ-પ્રયાગરાજ જવા માટે ગુજરાત એસ.ટી. દ્વારા વોલ્વો બસો દોડાવાશે. આ માટે રૃા. ૮૧૦૦નું પેકેજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યું છે.
ગુજરાતવાસીઓને કુંભમેળામાં જવું સરળ બનશે. ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ સુવિધા આપવાનું આયોજન કરવામાં આવ્યું. મહાકુંભ મેળામાં જવા માટે જીએસઆરટીસી દ્વારા પ્રયાગરાજ સુધી વોલ્વો બસ દોડાવવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે મહાકુંભમાં દેશ, દુનિયાના કરોડો લોકો જાય છે અને તેથી જ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે સીએમના માર્ગદર્શન હેઠળ પ્રવાસ મંત્રી મૂળુભાઈ બેરા સાથે સંકલન કરીને આ નિર્ણય કર્યા છે.
કુંભમાં જનારા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યના એસટી વિભાગ દ્વારા મહાકુંભમાં જનારા શ્રદ્ધાળુઓ માટે વોલ્વો બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી. એસટી વિભાગે વોલ્વો બસ પ્રયાગરાજ સુધી દોડાવવાનું આયોજન કર્યુ છે.
હર્ષ સંઘવીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે મહાકુંભમાં ભાગ લેવા દરરોજ નવી એસી વોલ્વો બસ દોડાવવામાં આવશે. મહાકુંભ માટે દોડતી બસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને ત્રણ રાત્રિ ૪ દિવસનું પેકેજ આપવામાં આવશે. ૨૭ જાન્યુઆરીએ સીએમ ગાંધીનગરથી લીલીઝંડી આપશે. જેના બાદ વોલ્વો બસ દ્વારા પ્રયાગરાજ પંહોચવું સરળ બનશે. પ્રવાસીઓ ફ્કત રૃા.૮૧૦૦ના પેકેજમાં પ્રયાગરાજના મહાકુંભ મેળાનો લાભ લઈ શકશે.
મુખ્યમંત્રી તા. ૨૭ના ગાંધીનગરથી પ્રસ્થાન કરશે. તે પછી દરરોજ સવારે ૭ વાગ્યે રાણીપ એસટી ડેપો-અમદાવાદથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે.
આ માટે પ્રવાસીઓએ પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવું પડશે.ખાસ કરીને શ્રદ્ધાળુઓએ સૂચનાઓ જોઈને જ ટિકિટ કરાવવી.'પાર્કિંગથી કુંભ સ્થાન અને બાદમાં ચાલવાનું વધારે હોવાથી જે લોકો વધુ ચાલી ના શકતા હોય તેમણે ધ્યાન રાખવું. વોલ્વો બસમાં ટ્રાવેલિંગ સમય વધુ છે. પ્રયાગરાજ પંહોચ્યા બાદ પ્રવાસન વિભાગમાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત જેમ રહેવાની વ્યવસ્થા વધશે તેમ બસની સંખ્યામાં વધારો કરવામાં આવશે તેમ જણાવ્યું.
પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત જોવા મળી રહૃાો છે. ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા ૧૦ કરોડને પાર કરી ગઈ છે. યાત્રાળુઓની સંખ્યા સતત વધી રહી છે, દરરોજ લાખો લોકો સ્નાન કરવા અને આધ્યાત્મિક પુણ્ય મેળવવા માટે પ્રયાગરાજ પંહોચી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial