Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા.૩ લાખ ર૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેવાયોઃ
જામનગર તા.૨૪ ઃ જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં એક કારખાનામાં ત્રણેક દિવસ પહેલાં એક કારખાનાના તથા ઓફિસના શટરના તાળા કાપી ૬૦૦ કિલો જેટલા પિત્તળના સામાન અને રૃા.૩ર હજાર રોકડાની ચોરી થઈ હતી. તસ્કર સીસીટીવીનંુ ડીવીઆર પણ લેતા ગયા હતા. આ ગુન્હાની તપાસમાં એલસીબીએ હડમતીયાના ત્રણ શખ્સને દબોચી લઈ મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગર શહેરના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં હિન્દુસ્તાન બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા નીતિનભાઈ રાબડીયા નામના આસામીના કારખાનામાં ગઈ તા.રરની રાત્રે ઘૂસેલા કોઈ શખ્સે ઓફિસ તથા શટરના તાળા તોડી અંદરથી ૬૦૦ કિલો જેટલો પિત્તળનો તૈયાર સામાન તેમજ રૃા.૩૨ હજાર રોકડા અને સીસીટીવીનું ડીવીઆર ચોરી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
પોલીસે કુલ રૃા.૩ લાખ પપ હજારની મત્તાની ચોરીની તપાસ શરૃ કર્યા પછી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ એલસીબીને તપાસનો આદેશ કરતા પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફે તપાસમાં ઝુકાવ્યું હતું.
તે દરમિયાન સ્ટાફના દિલીપ તલાવડીયા, અરજણભાઈ, હિતેન્દ્રસિંહ, ઋષિરાજસિંહને મળેલી બાતમીના આધારે દરેડમાં નીલ ગીરી ગોળાઈ પાસે અવાવરૃ જગ્યામાં ત્રણ શખ્સ ઉપરોક્ત મુદ્દામાલ સંતાડી રહ્યા હોવાની બાતમી મળી હતી.
તે બાતમીના આધારે ધસી ગયેલી એલસીબીએ ત્યાંથી કેવીન વિજયભાઈ સંઘાણી, જીવણ હીરાભાઈ ધાવતર, પૂના સેજાભાઈ ધાવતર નામના ત્રણ શખ્સને દબોચી લઈ પૂછપરછ કરતા જામનગર તાલુકાના હડમતીયા (મતવા) ગામના આ શખ્સોએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી ૫૦૯ કિલો પિત્તળનો છોલ, રૃા.રર હજાર રોકડા, એક ગ્રાઈન્ડર મશીન તથા ચોરીમાં વાપરેલુ રૃા.૩૦ હજારનું બાઈક કાઢી આપ્યું છે. આ શખ્સો પાસેથી કુલ રૃા.૩,૨૪,૫૭૫નો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીઓએ ગ્રાઈન્ડરથી કારખાનાના શટર તથા ઓફિસના તાળા તોડી ચોરી કરી ગયાનું કબૂલ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial