Advertisement
Author: નોબત સમાચાર

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા વધારાઈ

ગણતંત્ર દિવસે તીરંગાની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો ફરકાવવાનો આગ્રહઃ

નવી દિલ્હી તા. ર૪ઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળી છે. ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પંજાબના મુખ્યમંત્રીને ધમકી આપતો એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ભડકાઉ નિવેદન આપ્યુંછે અને યુવાનોને ગણતંત્ર દિવસ પર ભારતીય તિરંગાની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો ફરકાવવાનો આગ્રહ કર્યો છે. એ પછી માનની સુરક્ષા વધારી દેવાઈ છે.

ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી આપી છે. ત્યારપછી માનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફરીદકોટમાં ર૬ જાન્યુઆરીના પ્રોગ્રામમાં ભગવંત માન તિરંગો ફરકાવવાના હતાં, પણ હવે તેમની જગ્યાએ કેબિનેટ મંત્રી બરિંદર ગોયલને ઝંડો ફરકાવવાની જવાબદારી સોંપાઈ છે. પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના તાજેતરની ધમકીઓ પહેલા ગુપ્તચર એજન્સીઓએ ભગવંત માનની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. હાલના દિવસોમાં પન્નુ ભારત વિરૃદ્ધ સતત ઝેર ઓકી રહ્યો છે.

તેથી હવે એસએફજેની ધમકીઓ પછી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગણતંત્ર દિવસ પર ફરીદકોટમાં તિરંગો ફરકાવશે નહીં. તેમની જગ્યાએ કેબિનેટ મંત્રી બરિંદર ગોયલ ર૬ જાન્યુઆરીના જિલ્લામાં તિરંગો ફરકાવશે. આ અગાઉ ફરીદકોટમાં મુખ્યમંત્રી આવવાના હોવાના કારણે તૈયારીઓ ચાલી રહી હતી. આ દિવસે કેટલીય નવી યોજનાની આધારશિલા રાખવા અને ફરીદકોટમાં બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસ અને સિવિલ હોસ્પિટલમાં નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવાનો પ્લાન હતો. તેની સાથે જ મુખ્ય પ્રોજેક્ટમાં પંજાબની બીજી સ્પોર્ટસ સ્કૂલ પણ હતી, જે ઝંડ સાહિબમાં બનાવવામાં અવશે.

ભારત સરકારે શીખ ફોર જસ્ટિસ સંગઠન પર પ્રતીબંધ લગાવી દીધો છે. તેના નેતા ગુરપતવંતસિંહ પન્નુએ પંજાબના મુખ્યમંત્રીને ધમકી આપતો એક વીડિયો જાહેર કર્યો છે. ભડકાઉ નિવેદન આપ્યું અને યુવાનોને ગણતંત્ર દિવસ પર ભારતીય તિરંગાની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો ફરકાવવાનો આગ્રહ કર્યો છે. પન્નુએ પોતાના વીડિયોમાં કહ્યું કે, 'હું ભગવંત માનને કહેવા માગું છું કે, બેઅંતસિંહના રસ્તે ચાલનારાઓનો એ જ અંજામ થશે. અમે દિલાવરસિંહના રસ્તે ચાલનારાઓ યુવાનોને અપીલ કરીએ છીએ. તમારે કમર પર બોમ્બ બાંધવાની જરૃર નથી, ભારતીય ઝંડો નથી પકડવાનો, તમારે ખાલિસ્તાની ઝંડો પકડવો જોઈએ.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh