Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના બરડા ડુંગરમાં કિલેશ્વર મંદિર આગળ ગીચ જંગલમાંથી મળ્યા માનવ કંકાલ

આંબલીના ઝાડમાં કેટલાક સમય પહેલાં બે વ્યક્તિએ ગળાફાંસો ખાધાનું અનુમાનઃ તપાસનો ધમધમાટઃ

ખંભાળિયા તા.૨૪ ઃ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં કિલેશ્વર મંદિરથી આગળ ગીચ જંગલમાં ગઈકાલે સાંજે આંબલીના એક ઝાડમાં લટકતા બે હાડપિંજર (માનવ કંકાલ) મળી આવ્યા છે. આ વ્યક્તિએ કેટલાક સમય પહેલાં ત્યાં પહોંચ્યા પછી ગળાફાંસો ખાધો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. બંને હાડપિંજરને પોલીસે પીએમ સહિતની કાર્યવાહી માટે ખસેડ્યા છે અને આ માનવ કંકાલ સ્ત્રીના છે કે પુરૃષના? તેની તપાસ હાથ ધરવા ઉપરાંત ગુુમનોંધ પણ ચકાસવાનું શરૃ કર્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કિલેશ્વર નેસથી આગળ બ્રિડીંગ સેન્ટર પાસે બરડા ડુંગરમાં કિલેશ્વર મહાદેવ મંદિરની નજીકમાંથી ૫સાર થતાં જંગલના રસ્તા પર એક ઝાડમાં બે હાડપિંજર (કંકાલ) ટીંગાતા હોવાની કોઈએ જાણ કરતા વનવિભાગ સ્ટાફ હરકતમાં આવ્યો હતો.

વનવિભાગ દ્વારા પોલીસને વિગત આપવામાં આવતા ભાણવડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ કે.કે. મારૃ તથા સ્ટાફ ગઈકાલે સાંજે દોડી ગયા હતા. ત્યાં પહોંચેલી પોલીસે ગીચ જંગલમાં જઈને જોતા ત્યાં આવેલા આંબલીના એક ઝાડમાં સફેદ રંગની સુતરની દોરીથી બે માનવ હાડપિંજર (કંકાલ) લટકતા જોવા મળ્યા હતા. હાડપિંજર માં ગળાના ભાગે દોરી વીંટાયેલી જોવા મળી હતી. તેને તોડી પોલીસે બંને હાડપિંજર નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી માટે ખસેડ્યા છે.

ઉપરોક્ત બાબતની જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયને જાણ કરવામાં આવતા તેઓની સૂચનાથી ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આ બંને વ્યક્તિએ કેટલાક દિવસો અથવા મહિનાઓ પહેલાં ગીચ જંગલમાં જઈ ગળાફાંસો ખાઈ લીધાનંુ અનુમાન કર્યું છે. આ હાડપિંજરના શરીર પર રહેલુ માંસ લુપ્ત થઈ ગયું હોય આ બંને મૃતદેહ સ્ત્રીના છે કે પુરૃષના ? તેનું અનુમાન કરવું હાલના તબક્કે અઘરૃ લાગી રહ્યું છે. ત્યારે પોલીસે ડીએનએ ટેસ્ટ સહિતના આધુનિક ટેસ્ટ કરાવવા સહિતની કવાયત આદરી છે.

તે ઉપરાંત આ વિસ્તાર કે અન્ય કોઈ છેવાડાના વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ ગુમ થયા હોય તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભાણવડ પોલીસ સ્ટેશનના એએસઆઈ જી.એ. ગોજીયાની જાણ પરથી પોલીસે હાલમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh