Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધર્મેશ રાણપરીયાની એસપીના માર્ગદર્શન હેઠળ શરૃ કરવામાં આવી પૂછપરછઃ
જામનગર તા.ર૪ ઃ જામનગરના રણજીતસાગર રોડ પર મયુર ટાઉનશીપમાં એક શખ્સે કરોડોની બજાર કિંમત ધરાવતા ટાઉનશીપના કોમન પ્લોટ પર દબાણ કરી લઈ પાકુ બાંધકામ ઉભુ કર્યાની અરજી કલેકટરની લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ થયા પછી આ શખ્સ સામે ગઈકાલે વિધિવત ગુન્હો નોંધાયો હતો. આ આરોપીને પોલીસે દબોચી લીધો છે. આરોપીને આજે એસપી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મયુર ટાઉનશીપ વિસ્તારમાં ત્યાંના રહેવાસીઓના જાહેર ઉપયોગ માટે અલગ રાખવામાં આવેલા કોમન પ્લોટમાં કેટલાક સમય પહેલાં બાંધકામ ખડકી લેવાયું હતું. તે સંડાસ-બાથરૃમ બાંધવા ઉપરાંત વરંડો પણ વાળી લેવામાં આવ્યો હતો.
આ બાબતની ત્યાં અગાઉ રહેતા એક આસામીએ જિલ્લા કલેકટરની લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ અરજી પાઠવી રજૂઆત કરી હતી. તે અરજીની શરૃ થયેલી તપાસ પછી મયુર ટાઉનશીપના રૃા.પ,૧૯, ૫૫૦૦૦ની અંદાજીત કિંમતના કોમન પ્લોટમાં દબાણ હોવાનું ખૂલ્યું હતું.
ત્યારપછી લેન્ડ ગ્રેબિંગ સમિતિએ આ બાબતની વિધિવત ફરિયાદ કરવા સુચના આપતા ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. એસપી પ્રેમસુખ ડેલુની સૂચનાથી સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફે આ ગુન્હાની તપાસ આરંભી હતી.
તે સ્થળે મૂળ જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા (પટેલ) નામના શખ્સે દબાણ સર્જયાનું ફરિયાદમાં જણાવાયું હતું. તેના આધારે પોલીસે આરંભેલી તપાસમાં આજે આરોપી ધર્મેશ રાણપરીયા (પટેલ)ની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સને આજે બપોરે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સમક્ષ હાજર કરવામાં આવ્યા પછી પત્રકારોને એસપીએ વિગતો આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial