Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરડીએક્સ બનાવતી બ્રાન્ચમાં જ થયો ધમાકો
મુંબઈ તા. ર૪ઃ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની એક ઓર્ડનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ થતા પાંચના મોત થયા છે. છત ધરાશાયી થવાથી ૧ર લોકો કાટમાળ નીચે દટાયા છે, બે વ્યક્તિને બચાવી લેવાયા છે. બચાવ કામગીરી ચાલુ છે.
મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ વિસ્ફોટના કારણે છત પડી ગઈ હતી. જેને જેસીબીની મદદથી દૂર કરવામાં આવી રહી છે. તેની નીચે ૧ર લોકો દટાયા હોવાની આશંકા છે. બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ફેક્ટરીમાં પહોંચી ગઈ છે. બચાવ કાર્ય ચાલુ છે. ઓર્ડનન્સ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટનો અવાજ ૪-પ કિ.મી. દૂર સુધી સંભાળયો હતો. આકાશમાં ઉડતો ધૂમાડો પણ ઘણા કિ.મી. દૂરથી દેખાતો હતો.
જવાહરનગર સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરીના આરકેઆર બ્રાન્ચ વિભાગમાં આ વિસ્ફોટ થયો હતો. આરડીએક્સ અહીં બનાવવામાં આવે છે. તેમાં જ વિસ્ફોટ થયો હતો.
મૃત્યુઆંક વધવાની આશંકા છે. જે ઈમારતમાં વિસ્ફોટ થયો હતો. તે સંપૂર્ણપણે નાશ પામી છે.
કલેક્ટર ભંડારા, સંજય કોલતેના જણાવ્યા અનુસાર ઓર્ડનન્સ ફેક્ટરીમાં જવાહરનગર ભંડારામાં વિસ્ફોટ પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલવામાં આવી છે. બચાવ કાર્ય ચાલુ છે.
ભંડારાની આ ફેક્ટરીમાં સેના માટે અનેક પ્રકારની આવશ્યક ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. જેમાં એસિડથી લઈને અનેક પ્રકારના વિસ્ફોટકોનો સમાવેશ થાય છે. અહીં ટેસ્ટિંગ ફેસિલિટીઝ અને અત્યાધુનિક લેબોરેટરી પણ છે.
મળતી માહિતી મુજબ ફાયર વિભાગ, પોલીસ વિભાગ, તહસીલદાર અને અન્ય જરૃરી વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. પરિસ્થિતિને સંભાળવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial