Advertisement
Author: નોબત સમાચાર

સંત નિરંકારી મંડળના ઉપક્રમે જામનગર ભકિતપર્વ સમાગમ યોજાયો

જામનગર તા. ૨૪ઃ જામનગરમાં પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં ભક્તિ પર્વ સમાગમનું આયોજન કરવામાં આવેલ. જેમાં શહેર તેમજ જિલ્લામાંથી સેંકડો શ્રદ્ધાળુઓ એ ભાગ લીધો હતો.

સમાગમ દરમિયાન અનેક વક્તાઓ, કવિઓ અને ગીતકારોએ વિભિન્ન વિદ્યાઓના માધ્યમથી ગુરુ મહિમા થી ભક્તિના ભાવપૂર્ણ વર્ણન કર્યા. સંતોની પ્રેરણાદાયક શિક્ષાઓને શ્રદ્ધાળુઓના જીવનને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સમૃદ્ધ કર્યા હતાં.

આ શુભ અવસર પર નિરંકારી માતા સુદિક્ષાજી અને રજપિતા રમિતજીનો સંદેશ આપતા શ્રીમતી જ્યોતિ ટહેલરમાનીજીએ જણાવ્યું કે, *બ્રહ્મજ્ઞાન ભક્તિનો આધાર છે, તે જીવનને ઉત્સવ બનાવે છે. ભક્તિનો વાસ્તવિક સ્વરૃપ દેખાવથી ઉપર અને સ્વાર્થ તથા લાલચથી મુક્ત હોવું જોઇએ. જેમ દૂધમાં લીંબુ નાખવાથી દૂધ ફાટી જાય છે તેમ ભક્તિમાં લાલચ અને સ્વાર્થ હોય તો તે પોતાની પવિત્રતા ખોઈ બેસે છે.*

સદગુરુ માતાજી એ ઉદાહરણ આપતા કહૃાું કે ભગવાન હનુમાનજી, મીરાબાઈ અને બુદ્ધ ભગવાનના ભક્તિ સ્વરૃપ ભલે અલગ હતા, પરંતુ તેઓનો મર્મ એક જ હતો પરમાત્માથી અતૂટ જોડાણ. ભક્તિ સેવા, સિમરન અને સત્સંગ જેવા અનેકો રૃપમાં થઇ શકે છે પરંતુ તેમાં નિઃસ્વાર્થ પ્રેમ અને સમર્પણનો ભાવ હોવો જોઈએ. ગ્રહસ્થ જીવનમાં પણ ભક્તિ સંભવ છે, જો દરેક કાર્યમાં પરમાત્માનો આભાસ હોય. તેઓ એ માતા સવિંદરજી અને રાજમાતાજીના જીવનને ભક્તિ અને સમર્પણનો પ્રતીક જણાવેલ. તેઓએ કહૃાું કે આ વિભૂતિઓનો જીવન ભક્તિ અને સેવાનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. નિરંકારી મિશનનો મૂળ સિદ્ધાંત એ જ છે કે ભક્તિ પરમાત્માના તત્ત્વને જાણીને જ સાર્થકરૃપ લઈ શકે છે.

સદગુરુ માતાજીના અમૂલ્ય પ્રવચનોને શ્રદ્ધાળુઓના જીવનમાં બ્રહ્મજ્ઞાન દ્વારા ભક્તિના વાસ્તવિક મહત્ત્વ સમજવા અને અપનાવા માટે પ્રેરણા આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh