Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના ઉપક્રમે
રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા જવા માટે પસંદ થયેલ ખેલાડી/ દિવ્યાંગ પ્રોત્સાહક સેવા સમર્પિત વ્યકિતનો સન્માન સમારોહ આશાદિપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા યોજાયો હતો. દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના જામનગરના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગેના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષપદે પેરા સ્પોર્ટસ એસો. જામનગરના હોદ્દદારો રસિકસિંહ જાડેજા, એડવોકેટ સલીમભાઈ બ્લોચ, મકરાણી સમાજના જાકિરભાઈ દરજાદા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સન્માનીત ખેલાડીઓમાં ચંદ્રેશભાઈ મુળજીભાઈ બગડા, (શેઠવડાળા), નેહાબેન શંકરદાન ગઢવી (દ્વારકા), જુનેદભાઈ સલીમભાઈ ખીરા (જામનગર), રિયાબેન ભાઈલેશભાઈ ચિતારા (જામનગર), શિવદાસભાઈ ગુજરીયા (જામનગર), શિવદાસભાઈ ગુજરીયા (જામનગર) અને કુસુમબેન શેખાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા પસંદ થયેલ છ ખેલાડીઓ ઉપરાંત રાજય આચાર્ય સંઘને સંગઠન મંત્રી તરીકે વરણી પામેલ મોટી ગોપ શાળાના આચાર્ય એમ.ડી. મકવાણા, જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવેશભાઈ રાવલીયા, વગેરેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહની સફળતા માટે પેરા સ્પોર્ટસ એસો.-જામનગરના મુખ્તારભાઈ, અજુમાબેન શેખ, સતિષભાઈ જોઈશર, દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના ઉપપ્રમુખ જાયણીબેન મોઢાએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial