Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રએ જિલ્લા કલેક્ટરને પાઠવી અરજીઃ
જામનગર તા.૨૪ ઃ રાજકોટના એક આસામીએ દ્વારકા જિલ્લાના ભાણવડમાં સરકારી જમીનમાં દબાણ સર્જી બંગલો બાંધી લઈ પોતાના પત્ની હૈયાત હોવા છતાં અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ કેળવી ઘરમાંથી પુત્ર અને પુત્રવધૂને કાઢી મુકતા પુત્રએ દ્વારકા કલેક્ટર સમક્ષ અરજી કરી પોતાના પિતા સાથે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પગલાં ભરવા રજૂઆત કરી છે.
આ ચકચારી રજૂઆતની પ્રાપ્ત વિગત મુજબ હાલમાં રાજકોટમાં રહેતા રસીક વીરજીભાઈ ખાણધર નામના એક વેપારીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરના રણજીતપરામાં રે.સ.નં.૨૦૯૨ પૈકી-૧ અને ૨૦૯૨ પૈકી-ર વાળી સરકારી જમીનમાં દબાણ કરી ત્યાં મસમોટો બંગલો બનાવ્યો છે અને તેની સામે જ આવેલી ત્રણ વીઘા જેટલી સરકારી જમીનમાં દબાણ કરી ગેરેજ, બગીચો બનાવ્યો છે. તેવી રજૂઆત આ આસામીના પુત્ર હાર્દિક રસીકભાઈ ખાણધરે કરી છે.
તેઓએ વધુમાં જણાવ્યા મુજબ તેમના પિતા ઐયાશી જીવન જીવી રહ્યા છે અને તેમના પત્ની હૈયાત હોવા છતાં રસીક ભાઈ ભાણવડમાં બનાવેલા બંગલા અને બગીચામાં ઐયાશી કરે છે. તે ઉપરાંત રસીકભાઈએ પુત્ર અને પુત્રવધૂને કાઢી મૂક્યા છે તેથી હાર્દિકભાઈ અને તેમના પત્નીએ જામનગરમાં આશરો મેળવ્યો છે. તેઓને મદદ કરનાર વ્યક્તિ ઓની સામે પણ ખોટા આક્ષેપ કરી રાજકોટ પોલીસ સ્ટેશનમાં રસીકભાઈએ ફરિયાદ કરી હતી તેથી પુત્રએ સરકારી જમીન પર દબાણ કરી લેનાર પોતાના પિતા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પગલાં ભરવા જામનગરના એડવોકેટ ડો. વી.એચ. કનારા મારફત દ્વારકા જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરી રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial