Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજયના વાહન વ્યવહાર કમિશનરની સૂચના પણ તેની કચેરી માનતી નથી !
રાવલ તા. ૨૩ઃ ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનો દાવો કરતી રાજ્ય સરકારના શાસનમાં જ સામાન્ય જનતાને ભ્રષ્ટ નીતિ રીતિ હેઠળ પરેશાની કરાતી હોવાની રાવ ઉઠી છે. આ અંગે હવે મુખ્યમંત્રીનું ધ્યાન દોરવાની તજવીજ થઈ રહી હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના દાવાઓ સાથે સુશાસનના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે તદ્ન વિપરીત અનુભવો લોકોને થઈ રહ્યા છે. તેનું તાજુ દૃષ્ટાંત જોવા મળ્યું છે.
બન્યું એવું કે વર્ષ ૨૦૨૫ની જાન્યુઆરીના એક નવા ટ્રકની ખરીદી પછી તેનું રજીસ્ટ્રેશન થઈ ગયુ અને તેના વાહન નંબર જીજે-૩૭-ટી-૯૮૪૨ પણ આપી દેવાયા. પરંતુ તે પછી કોઈપણ કારણ વિના આર.ટી.ઓમાંથી આ વાહન ચલાવવાની પરમીટ નહીં આપને પેન્ડીંગ રાખી દેવાની રાવ કોઈએ સ્થાનિક કક્ષાએ નહીં સાંભળતા રાજયના વાહન વ્યવહાર કમિશનરને ટેલિફોનિક રાવ કરવામાં આવી હતી. તેઓએ ફરિયાદ તો સાંભળી, પરંતુ તેનો ઈ-મેઈલ કરવાની જરૃર જણાવી, તેથી ભાણવડના આ અરજદારે પોતે ઈ-મેઈલ આઈ.ડી. ધરાવતો નથી અને મેઈલ કરતા આવડતુ નથી, તેમ જણાવતા કમિશ્નરે અન્ય કોઈ વ્યકિતના ઈ-મેઈલ આઈડીમાંથી આ ફરિયાદ મોકલવા જણાવ્યુ. તેથી આ અરજદાર ડ્રાઈવરે અન્ય વ્યકિતના ઈ-મેઈલ આઈડીમાંથી ફરિયાદ કરી તો ત્યાંથી સિસ્ટોમેટિક એવો જવાબ આવ્યો કે ઈ-મેઈલ આઈ.ડી. જેનું છે, તેમણે કોઈ વાહનનું રજીસ્ટ્રેશન કરાવ્યુ નહીં હોવાથી ફરિયાદ ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.!
નિયમાનુસાર રજીસ્ટ્રેશન થયા પછી અને નંબર આપી દીધા પછી સાત દિવસમાં પરમીટ આપી દેવી જોઈએ. પરંતુ તેવુ નહીં થતા રાજ્યકક્ષાએ કરેલી ફરિયાદને લઈને ખુદ રાજયના વાહન વ્યવહાર કમિશ્નરે સૂચવ્યા મૂજબ ઈ-મેઈલ કર્યા પછી પણ તેની કચેરી દ્વારા જ તેને સ્વિકારાતી ન હોય, તો સામાન્ય ડ્રાઈવરકક્ષાનો અરજદાર જાય તો કયાં જાય?
આમ, અરજદારોને બાઈ, બાઈ ચારણી તેવી સ્થિતિમાં મુકતા તંત્રોના કારણે સરકાર બદનામ થાય છે, અને સામાન્ય જતા હેરાન થાય છે. આ મુદ્દે સ્થાનિક તંત્રની વિલંબનીતિ સ્વયં એ સૂચવે છે કે પરમીટ મેળવવા માટે નૈવૈદ્ય ધરવુ જ પડતુ હશે, અને તેના હપ્તા ઉપર સુધી પહોંચતા હશે, નહીંતર ખુદ વાહન વ્યવહાર કમિશ્નરની સૂચનાની અવગણના કેવી રીતે થઈ શકે?
એવા સંકેતો પણ મળી રહ્યા છે કે, આ મુદ્દે હવે વાહન વ્યવહારમંત્રી તથા મુખ્યમંત્રીનું ધ્યાન દોરવાના ચક્રો પણ ગતિમાન થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial