Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરમાં કોઈ બાબતે બે જૂથ બાખડ્યાઃ ચારને ઈજાઃ સામસામી ફરિયાદઃ
જામનગર તા.૨૪ ઃ લાલપુરના કાનાલુસમાં પ્રેમ લગ્ન કરીને આવેલા મહિલાના ઘરે ધસી આવેલા જામનગરના એક સહિત ચાર શખ્સે ગાળા ગાળી કરી પતિ-પત્નીને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. આ મહિલાએ પોતાની અગાઉ થયેલી સગાઈ તોડી પ્રેમલગ્ન કર્યા હોય મામલો બીચક્યો હતો. જ્યારે જામજોધપુરમાં ગઈકાલે સાંજે બે જૂથ કોઈ બાબે બાખડી પડતા ચાર વ્યક્તિને ઈજા થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ આઠ સામે ગુન્હો નોંધ્યો છે.
લાલ૫ુર તાલુકાના કાનાલુસ ગામમાં ખોડિયાર નેસમાં રહેતા ડાહીબેન મુનરાજ હાજાણી નામના બાવીસ વર્ષના યુવતીએ જામનગરના યાદવ નગરમાં રહેતા તોગા સોમા હાજાણી તેમજ કાનાલુસના ભીખરાજ નારણ હાજાણી, શિવરાજ ભુટા હાજાણી, એભલ નારણ હાજાણી નામના ચાર શખ્સ સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
તેઓએ જણાવ્યા મુજબ પોતાની મરજીથી મુનરાજ મોતાભાઈ હાજાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેથી તોગા સોમા હાજાણી ઉશ્કેરાયો હતો. અગાઉ તેની સાથે સગાઈ થઈ હતી પરંતુ ડાહીબેને પોતાના મનગમતા પાત્ર સાથે લગ્ન કરી લેતાં તોગા સોમા વધુ ઉશ્કેરાયો હતો. આ બાબતે જ્ઞાતિ સમક્ષ પ્રશ્ન રજૂ થયા પછી સમાધાનનો પ્રયાસ થયો હતો પરંતુ સમાધાન સધાયુ ન હતું અને ગઈ તા.૧૪ની રાત્રે આઠેક વાગ્યે કાનાલુસમાં ખોડિયાર નેસ સ્થિત ડાહીબેનના મકાને ધસી જઈ તેણી તથા મુનરાજ મોતાભાઈને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ચારેય શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુર શહેરમાં સ્વામીનારાયણ મંદિર પાછળ વસવાટ કરતા કિશોર લખુભાઈ નામના યુવાન પર બુધવારની સાંજે મીની બસ સ્ટેન્ડ પાસે જામજોધપુરના જ રાજા માણશી સંધીયા, વિશાલ હમીર સંધીયા, કરશન માણશીભાઈ સંંધીયા, માણશી રાયદેભાઈ સંધીયા નામના ચાર શખ્સે હુમલો કરી માર માર્યાે હતો. વચ્ચે પડનાર વિશાલને પણ લાકડી ફટકારવામાં આવી હતી. આ શખ્સોએ ધમકી આપતા જામજોધપુર પોલીસ મથકમાં કિશોરભાઈએ ફરિયાદ કરી છે.
આ ફરિયાદની સામે માણશીભાઈ રાયદેભાઈ સંધીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ બુધવારે સાંજે મીની બસ સ્ટેન્ડ પાસે હમીર લખુ મુગાણીયા, કિશોર લખુ મુગાણીયા, ધવલ નાગાભાઈ મુગાણીયા, નાગાભાઈ લખુભાઈ મુગાણીયા નામના ચાર શખ્સે ટોમી, લાકડી, ઢીકાપાટુથી હુમલો કરી માર મારવા ઉપરાંત વચ્ચે પડનાર વ્યક્તિને પણ ઈજા પહોંચાડી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ આઠેય આરોપીની ધરપકડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial