Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાનું પોલીસ દ્વારા લેવામાં આવ્યું નિવેદનઃ
જામનગર તા.૭ : જામનગરના દરેડ ગામમાં પિતાના ઘેર આવેલા એક યુવતીએ પોતાના માથાના દુખાવાની બીમારીથી કંટાળી જઈ બુધવારે ઝેરી પ્રવાહી પી લીધુ હતું. સારવારમાં લઈ જવાયેલા આ યુવતીનું મૃત્યુ નિપજયું છે. પોલીસે તેણીના પિતાનું નિવેદન નોંધ્યું છે.
જામનગર નજીકના દરેડ ગામ પાસે આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા મૂળ લાલપુરના શિવનગરના વતની જાગૃતિબેન કુલદીપભાઈ ઉર્ફે ટીનાબેન નામના એકવીસ વર્ષના પરિણીતાએ બુધવારે બપોરે બારેક વાગ્યે પોતાના પિતા કિશોરભાઈ દેવશીભાઈ ગોહિલના ઘેર કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધુ હતું.
સારવારમાં ખસેડાયેલા જાગૃતિબેનનું જીજી હોસ્પિટલ માં મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા કિશોરભાઈ ગોહિલે પોલીસને જાણ કરી છે. પોલીસે તેઓનું નિવેદન નોંધતા પિતાએ જણાવ્યું છે કે, તેમના પુત્રી જાગૃતિબેન ઉર્ફે ટીનાબેન માથામાં દુખાવો થતો રહેતો હોવાથી કંટાળી ગયા હતા અને બુધવારે જ્યારે તેઓ પિતાના ઘેર હતા ત્યારે તેણીએ કોઈ ઝેરી પ્રવાહી પી લીધુ હતું. પ્રોબે પીએસઆઈ એચ.વી. રોયલો એ નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial