Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આઠમી માર્ચે નારીશકિત વંદના કાર્યક્રમ

પતંજલિ મહિલા યોગ સમિતિ દ્વારા

જામનગર તા. ૭: પતંજલિ મહિલા વિંગ સમિતિ તેમજ ગુજરાત યોગ બોર્ડના સંયુકત ઉપક્રમે મહિલા દિવસની વિશિષ્ટ ઉજવણી નારી શકિત વંદના કાર્યક્રમનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સ્ત્રીના આરોગ્ય વિશે વિશેષ જાગૃતિ તજજ્ઞો દ્વારા પ્રકાશ પાડવામાં આવશે. તથા માર્ગદર્શન આપવામાં આવશે. ડો. નિતાબેન સાતા, અને ડો. કલ્પનાબેન ખંઢેરીયા દ્વારા જરૂરી માહિતી-માર્ગદર્શન આપવામાં આવશે. તથા ડો. રૂપલબેન માંકડ દ્વારા માનવીય સંબંધો અને પરિવાર વચ્ચેનું સંતુલન વિષય ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ વિવિધ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનાર નારીનું સન્માન કરવામાં આવશે. તા. ૮ માર્ચ અને શનિવારે સાંજે પાંચ વાગ્યે ડીકેવી કોલેજ પાસે ધન્વન્તરિ ઓડીટોરીયમમાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉપસ્થિત રહેવા સંસ્થાના મુખ્ય સંચાલક મિનાબેન દાસાણી તથા હર્ષિદાબેન ભદ્રાએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh