Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના ગઢમાં ગાબડુ પાડવા કોંગી સાંસદનો ગુજરાતમાં મુકામઃ વર્ષ-૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીનો રણટંકાર
અમદાવાદ તા. ૭: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગી સાંસદ રાહુલ ગાંધી, અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરાયા પછી તેઓ પ્રદેશ કોંગ્રેસ ભવનમાં પહોંચ્યા અને રાજીવ ગાંધીની પ્રતિમાને ફુલહાર પછી શ્રેણીબદ્ધ મેરેથોન બેઠકોનો દોર શરૂ થયો છે. તેઓને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે એરપોર્ટ પર સત્કાર્યા હતા અને કાર્યાલયમાં કાર્યકરોએ રાજીવ ગાંધી જીંદાબાદના નારા લગાવ્યા હતાં.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગી સાંસદ રાહુલ ગાંધી આજથી (૭ માર્ચ, ૨૦૨૫) બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ૭ અને ૮ માર્ચના રોજ અમદાવાદમાં રહેશે. લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો. આગામી વિધાનસભાને અઢી વર્ષ કરતા વધુ સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધી ૨૦૨૭ના ચૂંટણી જંગ માટે રણશિંગુ ફૂંકવા ગુજરાત આવી પહોંચ્યા છે.
કોંગ્રેસના સંગઠન વર્ષની શરૂઆત રાહુલ ગાંધીએ આજે ગુજરાતથી કરી છે. આ બે દિવસમાં રાહુલ ગાંધી બ્લોક લેવલથી સિનિયર નેતાઓને મળશે. તમામના ફીડબેક મેળવ્યા પછી કોંગ્રેસના સંગઠનમાં ધરખમ ફેરફારો થશે. રાહુલ ગાંધી સવારથી લઈ સાંજ સુધીમાં ૫૦૦ જેટલા કોંગ્રેસીઓને મળશે. જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈ હાલના રાજ્યના તથા પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે. આમ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં જ બેસશે.
ઉલ્લેખનીય છે કે, સાંજે ૫ વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરશે.
તે પહેલા રાહુલ ગાંધીને આવકારવા પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ એરપોર્ટ પહોંચ્યા હતાં. શકિતસિંહ ગોહિલે કહ્યું હતુ કે, સંગઠનમાં બદલાવ કમિટીની રચના કરવામાં આવી છે. તેના રિપોર્ટને આધારે પરિવર્તન આવશે. કોંગ્રેસ પાર્ટી પોઝીટીવ એજન્ડા સાથે કાર્યો કરશે.
જયારે રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા ત્યારે કાર્યકરોએ રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા હતાં. રાહુલ ગાંધી પ્રદેશ કાર્યાલય પહોંચ્યા ત્યારે તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાં.
તે પછી રાહુલગાંધીએ પ્રદેશ નેતાઓ સાથે બેઠકો શરૂ કરી હતી. આ બેઠકોમાં વિધાનસભામાં નેતા વિપક્ષ અમિત ચાવડા તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખો સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતાં.
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, રાહુલ ગાંધી અધિવેશનની તૈયારી માટે આવ્યા છે. કોંગ્રેસમાં શું ભૂલ થઈ અને શું સુધારવાની જરૂર છે તેને લઈને બેઠક કરવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભાની આગામી બેઠકમાં ફતેહનો રણટંકાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને હરાવીશું. પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી પણ કહેવામાં આવ્યું કે લખીને રાખો અમે ગુજરાતમાં ભાજપને હરાવીશુું.
પ્રભારી મુકુલ વાસનિક, સંગઠન સચિવ કે.સી. વેણુગોપાલ, એઆઈસીસી સેક્રેટરી ઉષા નાયડુ, પૂર્વ સાંસદ અમી યાજ્ઞિક, પૂર્વ પ્રદેશ પ્રમુખો સિદ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોર હાજર રહ્યા હતાં.
છેલ્લા અહેવાલો મુજબ ધારાસભ્યો સાથેની બેઠક પછી બપોરે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળી રહી હતી. ગુજરાત કોંગ્રેસના સંગઠનની સ્થિતિ અને બદલાવ અંગે બેઠકમાં ચર્ચા ચાલી રહી છે. હાલના સંગઠન માળખામાં બદલાવને લઈ પણ ચર્ચા થશે. એપ્રિલથી યોજાનાર સંવિધાનયાત્રા અંગે બેઠકમાં ચર્ચા થશે.બપોરે રાહુલ ગાંધી હોટલ હયાત જશે. તેવો તેઓનો કાર્યક્રમ પહેલેથી નકકી થયેલો હતો.
તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કરશે. રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે. જયારે ૮ માર્ચ, ૨૦૨૫ના રોજ સવારે ૧૦ વાગ્યે રાજપથ કલબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્ેદારો હાજરી આપશે.
અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર ખડગે, રાહુલ અને સોનિયાના પોસ્ટર લાગ્યા છે. કોંગ્રેસ કાર્યાલયમાં ત્રણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના છે.
સેવાદળના રાષ્ટ્રીય સંયોજક લાલજી દેસાઈએ જણાવ્યું કે, આજે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા છે અને તેઓ કાર્યકર્તાઓ સાથે સતત ૨ દિવસ સંવાદ કરશે. રાહુલ ગાંધી બ્લોક સ્તરથી લઈ પ્રદેશના નેતાઓ સાથે શું ભૂલ થઈ અને શું સુધારવાની જરૂર છે તેના પર મંથન કરશે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહૃાું હતું કે, તમને ગુજરાતમાં હરાવીશું. આ જ વાતને લઈ કોંગ્રેસનો એક એક કાર્યકર કેવી રીતે લડવું તેની તૈયારી કરી રહૃાો છે. આ બધા મળીને લડે તે માટે એક નવી રણનીતિ બનશે. કોંગ્રેસનો કાર્યકર પદ યાત્રા દ્વારા લોકો વચ્ચે જશે અને સરકાર સામે બાથ ભીડવાનું કામ કરશે.
ગુજરાતમાં આઈએએસ-આઈપીએસ દ્વારા ચૂંટણીઓ કરવામાં આવી રહી છે. અમે સાથે રહીને ચૂંટણી લડીશું. ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ નથી પણ હાલમાં ગુજરાત ભાજપમાં જૂથવાદ જોવા મળી રહૃાો છે. આનંદીબેન પટેલ, અમિત શાહના જૂથ કાર્ય કરી રહૃાા છે. હવે તો સી.આર. પાટીલનો જૂથવાદ ઊભો થયો છે.
ગુજરાતમાં ૩૦ વર્ષની સરકારને પાડવાનું આયોજન હવે અહીં થઈ રહૃાું છે. કોંગ્રેસના નેતાઓ હવે લોકો વચ્ચે જઈને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીની અત્યારથી તૈયારીઓ કરશે. બૂથ સુધી જઈને લોકોના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial