Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૭ : કાલાવડના નિકાવા ગામ પાસે એક ખાનગી કંપનીના ચાલી રહેલા સોલાર પ્લાન્ટના સ્થળ પરથી એક મહિનાના સમયમાં કોઈ શખ્સો રૂ.૨ લાખ ૮૦ હજારની કિંમતનો સાત હજાર મીટર એલ્યુમિનિયમ વાયર ચોરાઈ ગયો છે. તે સાઈટ પર કામ કરતા એન્જિનિયરે ફરિયાદ નોંધાવી છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં વસવાટ કરતા મૂળ યુપીના સહારનપુર જિલ્લાના વતની જાવેદ હસીનભાઈ પઠાણ નામના યુવાન સોલાર પ્લસ એનર્જી પ્રા.લિ. નામની પેઢીની સાઈટ પર એન્જિનિયર તરીકે કામ કરે છે. તેઓની નિકાવા ગામ નજીક ચાલી રહેલી સોલારની સાઈટ પર ગઈ તા.૬ ફેબ્રુઆરી થી તા.૪ માર્ચ સુધી કોઈ શખ્સો ઘૂસી ગયા હતા. પ્લાન્ટમાં પાથરવામાં આવેલા ૧૭૯૯૧ મીટર ડીસી એલ્યુમિનિયમ વાયરમાંથી આ શખ્સો ૭ હજાર મીટર વાયર કાપી ગયા છે.
ઉપરોક્ત ચોરીની જાણ થયા પછી એન્જિનિયરે ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ રૂ.૨ લાખ ૮૦ હજારની કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરી જનાર શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial