Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં જિલ્લા તથા મહાનગરોના પ્રમુખોની નિમણૂકો જાહેર કરવામાં આવી હતી. જેમાં જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે સૌ પ્રથમ વખત એક મહિલાને જવાબદારી સોંપાઈ છે. જામનગરના પૂર્વ મેયર બીનાબેન કોઠારી જામનગર શહેર ભાજપના પ્રમુખપદે વરાયા છે.
જ્યારે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડો. વિનોદભાઈ ભંડેરી (ડો. વિનુભાઈ) નામની જાહેરાત કરવામાં આવી હતી.
ગઈકાલે બપોરે અટલભવનમાં પ્રદેશ નિયુક્ત જિલ્લા કલસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા, ચૂંટણી ઈન્ચાર્જ એચ.એમ. પટેલ, સહઈન્ચાર્જ દિલીપસિંહ ચુડાસમા, નરેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડો. વિનુભાઈ ભંડેરીના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં જિ.પં. પ્રમુખ મયબેન ગરસર, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, તા.પં.ના સભ્યો, પ્રમુખો, માજી સાંસદ, અન્ય અગ્રણીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ત્યારપછી શહેર ભાજપ કાર્યાલયમાં શહેર પ્રમુખની વરણીની જાહેરાત માટે કલસ્ટર પ્રભારી બાબુભાઈ જેબલિયા, ચુંટણી અધિકારી ડો. જાનકીબેન આચાર્ય, સહાયકો રાજુભાઈ ધારૈયા, મહાનગર પ્રભારી પલ્લવીબેન ઠાકરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, મોરચાના હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતાં. આ બેઠકમાં વર્તમાન કોર્પોરેટર અને પૂર્વ મેયર બીનાબેન કોઠારી શહેર ભાજપ અધ્યક્ષ તરીકે જાહેર કરાયા હતાં.
નવનિયુક્ત બન્ને પ્રમુખનો પરિચય
ડો. વિનોદભાઈ ડાયાભાઈ ભંડેરી
તેઓ ૬૧ વર્ષના છે અને આયુર્વેદ ડોક્ટરની ડીગ્રી ધરાવે છે. હર્ષદપુર ગામના વતની છે, ત્યાં સરપંચ પદે રહી ચૂક્યા છે. ભાજપમાં તેઓ ૧૯૯૦ થી કાર્યકર તરીકે સક્રિય રહ્યા છે. વર્ષ ર૦૦૧ માં તાલુકા ભાજપ ઉપપ્રમુખ બન્યા હતાં. ર૦૦૯ થી અત્યાર સુધી તેઓ ભાજપના જિલ્લા મહામંત્રી પદે છે. ર૦રર ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ જૂનાગઢ-૮૬ બેઠકના પ્રભારી રહ્યા હતાં. આ ઉપરાંત તેઓ જિલ્લામાં વિધાનસભા, લોકસભા અને પંચાયતની ચૂંટણીમાં પક્ષના ઉમેદવારો માટે કાર્યરત રહ્યા હતાં, જો કે, ર૦ર૧ ની જિ.પં.ની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતાં.
બીનાબેન અશોકભાઈ કોઠારી
તેમની વય પપ વર્ષની છે. તેઓ પોલીટિકલ સાયન્સમાં અનુસ્નાતકની ડીગ્રી ધરાવે છે. જામનગરના વોર્ડ નં. પાંચમાંથી તેઓ સતત બે વખત ચૂંટાયા છે. તેઓ અઢી વર્ષની મુદ્ત માટે મેયર રહ્યા હતાં. તેઓ પક્ષ સંગઠનના મહિલા મોરચાના જુના કાર્યકર છે. તેમજ તેઓ પારિવારિક રીતે જનસંઘ અને આરએસએસનું બેકગ્રાઉન્ડ ધરાવે છે.
જામનગર શહેર ભાજપ સંગઠનમાં તેઓ સૌ પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે.
ડૉ. વિમલ કગથરા રીપીટ ન કરાયા
શહેર ભાજપના અધ્યક્ષપદે વર્તમાન પ્રમુખ ડો. વિમલભાઈ કગથરાને રીપીટ કરવામાં આવશે તેવી ધારણા ખોટી પડી છે. આ ઉપરાંત પ્રમુખપદે નિમણૂક થશે તેવી આશા સાથે આવેલા મુરતિયાઓ પણ સાવ નવા નામની ઘોષણાથી નિરાશ થઈ ગયા હતાં. આ ઉપરાંત કાર્યાલયમાં રીતસર સોપો પડી ગયો હતો અને નામની જાહેરાત પછી ફટાકડા ફોડવા પણ કોઈ રોકાયું ન હતું! તરત જ સૌ વિખેરાઈ ગયા હતાં. આ માહોલ શહેર સંગઠનમાં નારાજગી સૂચવતો હોય તેમ જણાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial