Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય બે આસામી સહિત કેટલાક આસામી સાથે કરોડો રૂપિયાની કરાઈ છેતરપિંડીઃ
જામનગર તા.૭ : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પરના એકલીંગ પાર્કમાં રહેતા એક આસામીએ ભાણવડના આસામી પાસેથી છ મહિના પહેલાં દસ ટ્રક ખાનગી કંપનીમાં પોતાના વર્કઓર્ડરમાં ચલાવવા માટે અને દર મહિને ભાડુ આપવા માટે કરાર કર્યા પછી તે ટ્રક ક્યાંક છૂપાવી દેતા અથવા ભંગારમાં કપાવી નાખતા આ આસામીએ પોતાની સાથે ઠગાઈ થયાની પોલીસમાં ફરિયાદ કરી છે. તેઓએ ફરિયાદમાં અન્ય બે આસામીના પણ ટ્રક આવી જ રીતે વેચાઈ ગયા અથવા કપાવી નખાયાની વિગતો જાહેર કરી છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના એક આસામીએ પણ પોતાની સાથે અને અન્ય ત્રણ આસામીઓ સાથે કુલ રૂ.૬ર લાખ ૬પ હજારની આ શખ્સે છેતરપિંડી આચર્યાની રાવ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા રાજેશભાઈ નગાભાઈ છેતરીયા નામના આસામીએ જામનગરના નાઘેડી નજીકના સાંઢીયા પુલ પાસે વસવાટ કરતા હરેશ ખીમજીભાઈ ભટ્ટ વગેરે સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ભાણવડના રાજેશભાઈ ઉપરાંત અન્ય વ્યક્તિઓ સાથે ઠગાઈ કરવામાં આવી છે. ગયા ઓગસ્ટ મહિનામાં જામનગરના લાલ બંગલા નજીક જૂની આરટીઓ કચેરી પાસે મળી ગયેલા હરેશ ભટ્ટે રાજેશભાઈ પાસેથી તેમના ટ્રક ખરીદવા માટે કરાર કર્યાે હતો. જીજે-૧૧-એક્સ ૯૫૫૭ તેમજ જીજે-ર૪-વી ૧૫૯૬ ખરીદવા માટે કરાર કર્યા પછી હરેશે પોતાના ટ્રક જીજે-૧૨-વાય ૬૨૫૯, જીજે-૧૦-એક્સ ૫૯૧૩, જીજે-૧૨ વાય ૭૭૩૦, જીજે-૧૦-ડબલ્યુ ૮૪૭૨, જીજે-૧૦-એક્સ ૬૭૦૦, જીજે-૪-વી ૫૯૪૨, જીજે-૨૫-ટી ૭૪૧૫, જીજે-૧૧-વાય ૯૪૮૦ના પણ કરાર કર્યા હતા.
તે પછી ખાનગી કંપનીમાં હરેશ ભટ્ટે પોતાના ચાલતા કોન્ટ્રાક્ટમાં કુલ ૧૦ ટ્રક રખાવી દઈ એક ટ્રકના ભાડા પેટે રૂ.૨૫ હજાર આપવાનું ઠરાવ્યું હતું. તે મુજબ બે મહિના સુધી ભાડુ પણ ચૂકવ્યું હતું.
ત્યારપછી હરેશ ભટ્ટે ઉપરોક્ત ટ્રક ક્યાંક છૂપાવી દીધા હતા. મહિનાઓ સુધી રાજેશભાઈને તે ટ્રક અંગે જાણકારી મળી ન હતી. તે દરમિયાન પંકજગીરી ભાવગીરી અપારનાથી ને કૌશિકગીરી અમૃતગીરી અપારનાથી નામના બે આસામીના પણ ટ્રક પોતાના વર્ક ઓર્ડરમાં ભાડેથી ચલાવવા માટે રાખી હરેશ ભટ્ટે ઠગાઈ કર્યાની જાણ થતાં આખરે રાજેશભાઈ છેતરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બીએનએસની કલમ ૩૧૮ (૪), ૩૨૩ હેઠળ ગુુન્હો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
તે ફરિયાદ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખુંભડી ગામના રાહુલ ગીરી પ્રવીણગીરી મેઘનાથીએ પણ હરેશ ખીમજીભાઈ ભટ્ટ સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ગયા ૧૦મા મહિનામાં રાહુલગીરીની માલિકીના રૂ.રર લાખના બે ટ્રક તે ઉપરાંત ટ્રકમાં ટેન્કરની ટાંકી બેસાડવા માટે રૂ.૧ લાખ ૯૦ હજાર, સીકંજા માટે રૂ.૭૦ હજાર મેળવી લઈ હરેશે છેતરપિંડી કરી છે. તે ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિ પાસેથી પણ રૂ.૩૮ લાખ પ હજારની હરેશ ભટ્ટે છેતરપિંડી આચરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial