Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝળહળતા મંદિરનો દર ત્રણ સેકંડે રંગ બદલેઃ
દ્વારકાના જગતમંદિરમાં હોળી-ધૂળેટીના પર્વે લાખો શ્રદ્ધાળુઓ ફૂલડોલ ઉત્સવના દર્શને ઉમટી પડતાં હોય છે. આ વખતે મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત ફૂલડોલ ઉત્સવના સમયે લેસર-શો સાથે મંદિરની રંગબેરંગી રોશની અદ્દભૂત દૃશ્યો ઉભા કરી રહ્યા છે. જગત મંદિરનો દર ત્રણ સેકંડે રંગ બદલે છે, અને મેઘધનુષની જેમ જુદા-જુદા રંગોથી ઝળહળતું જગત મંદિર અદ્દભૂત આભા ઉભી કરે છે. જાંબલી, લાલ, લીધો, આછો ગુલાબી, દૂધીયા અને પીળા રંગથી દૂર થી જ જગત મંદિરનો અનોખો ઝળહળાટ પદયાત્રીઓને પ્રફુલ્લીત કરવાની સાથે-સાથે દિશા દર્શન પણ કરે છે. અત્યાર થી જ દૂર-દૂરથી પદયાત્રીઓ ઉમટી રહ્યા છે ત્યારે આ અલૌકિક દૃશ્યો ભાવિકોના મન મોહી રહ્યા છે. દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ તરફથી કરાયેલા સુશોભન, આયોજનની યાત્રિકો પ્રસંશા કરતા પણ સંભળાય છે. (તસ્વીરઃ રવિ બારાઈ, દ્વારકા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial