Advertisement
Author: નોબત સમાચાર

ફૂલડોલ ઉત્સવમાં દ્વારકા આવતા પદયાત્રીઓ તથા દર્શનાર્થીઓની વ્યવસ્થા માટે

કલેકટરે દ્વારકામાં સમીક્ષા બેઠક યોજી સૂચનો સાંભળ્યાઃ સ્થળ નિરીક્ષણ

ખંભાળિયા તા. ૭: દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં પ્રતિ વર્ષ યોજાતા હોળી ધૂળેટીના ફૂલડોલ ઉત્સવના સુચારૂ આયોજન અંગે દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ. તન્ના દ્વારા દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વર્ષોથી આવતા ફુલડોલના પદયાત્રી દર્શનાર્થીઓની વ્યવસ્થાના ચેલેંજીગ કામ માટે ટીમ દ્વારકા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

દ્વારકા આવતા પદયાત્રીઓ શ્રદ્ધાળુઓ માટે ટીમ દ્વારકાના તંત્રો જિલ્લા વહીવટી તંત્ર, મંદિર વહીવટી તંત્ર, દ્વારકા નગર પાલિકા, જિલ્લા પોલીસ, સ્થાનિક સંસ્થાઓ વર્ષોથી આ કામ દર્શનાર્થીઓને અગવડ ના પડે તથા સગવડતાથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરે તે માટે કામ કરે છે તથા આ વખતે પણ તેવી વ્યવસ્થા છે.

ફૂલડોલ ઉત્સવ દરમ્યાન ગામમાં સાફ સફાઈ જળવાઈ રહે. ટ્રાફિકની વ્યવસ્થા લોકોનો ઘસારો ના થાય તેવું આયોજન નો પર્કિંગ, પાર્કિંગ, ગતિ મર્યાદા, વન-વે, મોટા વાહનો તથા તમામ વાહનોને અમુક સ્થળે પ્રવેશબંધી, આરોગ્ય સગવડ, વીજપુરવઠો સતત જળવાય રહે, સી.સી.ટી.વી. સહિતના વ્યવસ્થા સાથે ઉપસ્થિત તમામ વિભાગોના પ્રતિનિધિ અધિકારીઓને ચર્ચા સાથે દર્શનાર્થીને કોઈપણ પ્રકારની અગવડતા ના થાય તથા તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને સૂચનો પણ કર્યા હતા.

સ્થળ નિરીક્ષણ કર્યું

દ્વારકા જિલ્લા કલેકટર આર.એમ. તન્ના માટે આ પ્રથમ ફુલડોલ ઉત્સવ હોય દ્વારકા જગત મંદિર તથા દ્વારકામાં પદયાત્રીઓ તથા તેમના દર્શન અને સગવડતાના સંદર્ભમાં તેમણે મંદિર, પાર્કિંગ, વિવિધ સ્થળો પર જાતે નિરીક્ષણ કરી તે સ્થળ તપાસ પણ કરી હતી જેમની સાથે દ્વારકા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતાં.

સારા સુચનોનો અમલ   થશેઃ જિલ્લા કલેકટર

દ્વારકાના પ્રસિદ્ધ ફૂલડોલ ઉત્સવના આયોજન માટે તંત્રના તમામ વિભાગો સાથે ટીમ દ્વારકા તો તૈયાર જ છે. પણ અનેક સંગઠનો, સામાજિક સંસ્થાઓ, આગેવાનો, કાર્યકરો દ્વારા પણ આ વ્યવસ્થામાં મદદરૂપ થવાના પ્રયત્નોને પણ જિલ્લા કલેકટર તન્નાએ આવકારીને તેમના સુચનોનો સારી રીતે અમલ થાય તે માટે પણ આયોજન થયાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, ફૂલડોલ ઉત્સવના સંદર્ભમાં આ પહેલા પણ ખંભાળિયા જિલ્લા કલેકટર કચેરીમાં પણ વિવિધ વિભાગોની બેઠક યોજી હતી જે પછી હવે ઉત્સવ નજીક હોય દ્વારકા ખાતે સ્થાનિક અગ્રણીઓ તથા અધિકારીઓની ઉપસ્થિથિમાં આ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર તન્ના સાથે ડી.ડી.ઓ. એ.બી. પાંડોર, જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે, ઈન્ચાર્જ પ્રાંત અધિકારી દ્વારકા હિમાંશુ ચૌહાણ, નાવલ કલેકટર એમ.બી. દેસાઈ, ડીવાયએસપી સાગર રાઠોડ, દ્વારકા ન.પા. પ્રમુખ કોમલબેન ડાભી, દ્વારકા ચીફ ઓફિસર તથા હોટલ એસોસિએશનના સભ્યો, પૂજારીઓ, દેવસ્થાન સમિતિના સદસ્યો જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh