Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૭: રકત્ત દાન એ સાંપ્રાંત સમયનું સૌથી મોટુ દાન છે. કારણ કે મહામુલી માનવ જીંદગી બચાવવા સૌથી મોટુ યોગદાન મનાય છે. જેને ધ્યાનમાં રાખીને સ્વ. બકુલસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિએ તા. ૮ માર્ચનું વાણીયા ગામમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સત્કાર્યમાં જેઓએ પોતાનું જીવન ન્યોછાવર કરી દિધુ હતું. તેવા સ્વ. બકુલસિંહ જાડેજાની સમાજ સેવાનાં કાર્ય થકી ઉજવવા માટેનો પરિવારજનોએ નિર્ણય લીધો હતો. પછી રકત્તદાન કેમ્પ યોજવા નકિક થયું હતું. જામનગર તાલુકાનાં વાણીયા ગામમાં તા. ૮ માર્ચ શનિવારના સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે આણદાબાવા સેવા સંસ્થાનાં મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ તથા સ્વામીનારાયણ સંપ્રદાયના પૂ. ચત્રભુજદાસજી મહારાજ આશિર્વચન પાઠવશે. આ કાર્યક્રમમાં સામાજીક, રાજકિય, ધાર્મિકક્ષેત્રના આગેવાનો હાજરી આપશે. આ સત્કાર્યમાં ઉમટી પડવા અને રકતદાન કરવા જામનગર જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ગિરીરાજસિંહ બકુલસિંહ જાડેજા (રામભાઈ મો. ૯૩૭૫૫ ૧૧૧૧૧) એ અનુરોધ કર્યો છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial