Advertisement
Author: નોબત સમાચાર

'આ પવિત્ર શ્રાવણ માસમાં જે પૂજા અર્ચના કરો એ સ્વહસ્તે કરજો... કોઈને ન સોંપતા કે મારા વતી કરો'

                                                                                                                                                                                                      

શ્રાવણ મહિનો શરૂ થયો છે તો એક વાત કરવી છે..જે ઈશ્વરમાં માનતા હોય એમના માટે ખાસ... ઘણાં લોકો ઈશ્વર, ઉપવાસ, ભક્તિ, દર્શન , વગેરે માં માનતા નથી... એવું નથી કે એ લોકો નાસ્તિક છે પણ એ લોકો એને ધતિંગ ગણે છે... હોય એ લોકો એમ માનતા હોય કે માનવતા રાખો... માનવીય અભિગમ રાખો..કોઈનું સારૃં ન કરી શકો તો કાંઈ નહિ પણ કોઈનું ખરાબ ન કરો, કોઈનું મન હૃદય ન દુભાવો..માનસિક કે અન્ય રીતે  નિર્બળ, લાચાર, અપંગની ક્યારેય મશ્કરી ન કરો... ઈશ્વર તમારૃં ધ્યાન રાખશે જ...મંદિરે જવાની જરૂર નથી.. આવું ઘણાં માનતા હોય છે..અને એ સાચા હોય..

એક વાત બહુ જ સમજવા જેવી છે કે પુણ્ય ના કોઈ પણ કામ જાતે પોતે કરવા જોઈએ, બીજાને ન સોંપાય.. આ એટલા માટે કહ્યું કે એ પુણ્યનો લાભ કદાચ તમને ન પણ મળે... આ એક ઘટના પરથી ખ્યાલ  આવ્યો.., એ બાબતની પહેલા અમુક વાતો કરીયે.. કેવું થતું હોય છે... કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવ્યું કે તમારે દર શનિવારે હનુમાનજીને તેલ ચડાવવું અને શક્ય હોય તો શ્રીફળ ધરવું/વધેરવું...એ પ્રસાદ ખાવા, હનુમાનજી અને શનિદેવ તમારા પર પ્રસન્ન રહેશે.. ..એ વ્યક્તિ વાત સ્વીકારી લે.. છે અને અમલ શરૂ કર્યો... એમણે શું કર્યું? એમના પરિવારના એક બાળકને કહ્યું કે તારે દર શનિવારે આપણા ઘર પાસેના હનુમાનજીના મંદિરે જવું અને તેલ ચડાવવું..હું તને કટોરીમા ં તેલ આપી દઈશ અને પૈસા આપીશ શ્રીફળ લઈ લેવાનું.. પેલા બાળકે  કહ્યું કે હા.. અને સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિથી એ બાળક સવારે તૈયાર થઇ જાય અને એ વડીલને કહે કે લાવો હું મંદિરે જઈ આવું... એ જાય... હનુમાન ચાલીસા એને કંઠસ્થ થઈ ગઈ.. એ ભક્તિભાવથી... બધું કરી આવે... આવીને એ વડીલને શ્રીફળ પ્રસાદ અને એક ટબુડીમાં એ શ્રીફ્ળનું પાણી લાવ્યો હોય એ આપે.. પેલા વડીલ માથે ચડાવી નારિયેળ પાણી - ટોપરૃં માથે ચડાવી ગ્રહણ કરી લે... આ ક્રમ નિયમિત ચાલતો રહ્યો...એ વડીલને અમુક સમય સુધી આ કરવાનું હતું...(પનોતી કાળ સુધી) એ કર્યું પછી બંધ.. (આમ પણ લોકો સ્વાર્થી હોય છે... અમુક સમય કરી લે પછી ભૂલી જાય... આ શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે  કેવા લોકો શંકર ભગવાન પર તૂટી પડે છે... પાણી દૂધ થી નવડાવી ગૂંગળાવી મારે અને શ્રાવણ પતે પછી કોઈ પૂછવા પણ ન જાય...) પેલો બાળક પેલા વડીલનું તેલ ચડાવવાનું પત્યા પછી પણ   હવે ટેવ હતી એટલે એમ ને એમ પણ શનિવારે હનુમાન મંદિરે જાય અને ભક્તિ કરી પરત ફરે... એ બાળક યુવાન થયો, સારૃં ભણી રહ્યો સરસ નોકરી મળી.. સંસાર માંડ્યો સુખમય બધું જ રહ્યું... પેલા વડીલની ખબર નથી પણ આ બાળક પર ઈશ્વર પ્રસન્ન રહ્યા હશે... પેલા વડીલને કહેવામાં આવેલું કે તમારે આ કરવાનું ,જે એમણે પોતે ના કર્યું... બાળકને સોંપ્યું...અરે ભાઈ તમને ઈશ્વર માટે સમય ન હોય તો ઈશ્વરને શું કામ તમારા માટે સમય હોય?

આ તો માત્ર મંદિરે જઈ તેલ ચડાવવાની વાત થઇ... બાકી પુણ્યના ઘણાં કામ છે.. જે *મારા વતી કરી આવો* એવું કહેનારા છે... આપણું કહેવું એમ છે કે એ કામ જાતે કરો... જેટલો, જે રીતે સમય હોય એ રીતે કરો પણ પોતે કરો... મારા વતી એટલા ને જમાડી દેજો.. જમાડી દીધા એટલે પત્યું? અમારા એક શ્રેષ્ઠી વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, સદાવ્રત માં અમુક સમયે જમાડે પણ શું કરે?એમનો પહેલો નિયમ એ કે કોઈ જાહેરાત નહિ કે આજનું ભોજન આમના તરફથી છે , મારો ઈશ્વર જાણે  એ બસ..એ પછી  જે દિવસનો સંકલ્પ હોય એ દિવસે જાતે પોતે સ્વયં જાય.. જે લોકોને જમાડવાના હોય એ પંગતમાં  પેલા પીરસવા વાળા હોય એમની સાથે એક વસ્તુ લઇ પીરસી નીકળે.. અને પુરા ભાવ સાથે કહે કે  *જમજો હો બરાબર* બસ પછી નીકળી જાય... એ વડીલ એવું ઘણું કરે.. એક વાર એ એક થાળી રેસ્ટોરન્ટ પાસેથી નીકળ્યા કાર પાર્ક કરી એક કામ માટે..  ત્યાં એક યુગલ એમના નાના બાળકને લઈને ઉભું હતું... એ ભિક્ષુક નહોતા.. લાચાર હતું... ગામડેથી એમના દીકરાના ઈલાજ માટે આવ્યા હતા... દીકરાના ઈલાજમાં બધા પૈસા ખલાસ થઈ ગયા... છેલ્લે હોસ્પિટલમાંથી નીકળતા ખિસ્સું ખાલી... એમને પ્રશ્ન એ કે આ દીકરીને કેમ ખવડાવવું... ( માં બાપને પોતાની ચિંતા ન હોય) પાછા ગામડે કેમ જાશુ.. એ યુગલ કેટલું સ્વમાની અને સંસ્કારી હશે કે એ વડીલે એમની પાસે જ કાર ઉભી રાખી પણ કહી ના  શક્યા.. એ વડીલે એમની સામે જોયું અને સમજી ગયા કે આ તકલીફમાં છે પણ બોલી  નથી શકતા... વડીલ એમની પાસે ગયા... પૂછ્યું કે શું તકલીફ છે... પેલા યુગલની આંખોમાં આંસુ હતા... એમણે એમની વાત કરી... વડીલ એમને લઇ એ થાળી રેસ્ટોરન્ટમાં ગયા... અને કાઉન્ટર પર કહ્યું કે અમને જમવા બેસાડો.. સંચાલકે ચાર જણનું ટેબલ બતાવ્યું... એ યુગલ બાળકને એક ખુરશી પર બેસાડી બેઠું... ચોથી ખુરશી પર આ શ્રેષ્ઠી વડીલ બેઠા... એમણે પિરસનાર ને કહ્યું કે આમની થાળી પીરસો મને ખાલી છાશ આપજો... ,એ વડીલ આ લોકો પૂરૃં જમી રહ્યા ત્યાં સુધી બેઠા.. આગ્રહ કર્યો... એમની થાળીમાં રોટલી શાક કાંઈ ખૂટે..તો પિરસનાર ને કહે કે આ આપો... એ ત્રણ એવા પ્રેમથી જમતા હતા કે ઘણાં દિવસથી ભણે બેસી જમ્યા નહિ હોય... વિચાર કરો આ લોકોના અંતરના આશિષ કેવા મળે? જમી રહ્યા પછી બહાર નીકળ્યા એટલે વડીલે પૂછ્યું હવે ક્યાં જાશો? એ લોકોએ એમની પરિસ્થિતિ કહી... આપણા સૌરાષ્ટ્રના જ ગામના હતા.. ત્યાં જવું છે પાછા પણ આ કારણસર પૈસા નથી...પેલા વડીલે કારમાં બેસાડ્યા અને બસ સ્ટેન્ડે લઇ ગયા... વોલ્વો લકઝરીમાં ટિકિટ લઈ બેસાડ્યા.. અને કહ્યું કે ખરાબ નહિ લગાડતા.. મને ખબર છે તમે બહુ સ્વમાની છો... પણ હું મારી બહેન ને આપતો હોઉં એમ આપું છું આ થોડા પૈસા રાખો... કામ લાગશે... એ વડીલ પણ સૌરાષ્ટ્રના જ હતા... આવી ભાવના આપણા સૌરાષ્ટ્રના લોકોમાં વધારે હોય... એટલે જ લોક ગાયકો ગાય  છે કે * કાઠીયાવાડ મા કોક દી ભૂલો પડ ભગવાન.......થા ને અમારો મહેમાન,તારા એવા કરૃં સન્મા ન,તને સ્વર્ગ ભુલાવુ શામળા ઼઼

કહેવાનું એ છે કે પુણ્યનું જે કામ કરો એ જાતે, પોતે સ્વહસ્તે  કરો..કોઈને સોંપો નહિ... એક સરસ ઘટના છે આ બાબતની, જેનાથી સમજાશે કે *જાતે કર્યું  એ જ સાચું  જતન *  પહેલાના સમયમાં દરેક પરિવારમાં દરેક કામ જાતે કરતા હતા... કોઈ કામ વાળા નહોતા..કચરા પોતા ઠામ વાસણ ઘરની બહેનો જ કરે.. ગામડા ગામમાં વહેલી પરોઢે  બહેનો કે ભાઈઓ ગમાણમાં ગાય ભેંસ ને નીરણ નાખે ... દૂધ દોવે , ભાઈઓ ખેતરે કામ કરવા જાય... હા ખેતરે સાથીઓ હોય... એ પછી સમય જતાં..પૈસા - આવક થતાં  માત્ર સાથીઓ કામ કરતા થયા ... સવારે દૂધ દોહવા માણસો આવતા થયા... કપડાં  ઠામ  વાસણ ધોવા કે કચરા પોતા માટે માણસો આવતા થયા... એથી વિશેષ તો ભણીગણીને શહેરમાં નોકરી ધં ધા કરતા થયા પછી આવક વધી જાય ખર્ચવાની ક્ષમતા વધે એટલે  સુખ સુવિધા  વધતી જાય... ઘરમાં દરેક કામ માટે માણસ રાખતા થયા... સારૃં છે.. હવે ખર્ચ - મોંઘવારી ઘણી છે.. પતિ પત્ની બન્ને એ કાયમ કરવું પડે... તો બે છેડા ભેગા થાય.. અને સારી વાત એ છે કે બીજા કોઈને રોજગારી મળે છે.. આવક થાય છે ,એના ઘરનો ચૂલો બળે છે... ચાલો આ બધું બરાબર છે...  પણ ઈશ્વર પૂજા - આરાધના તમારા બદલે બીજા કરે એ કેવું? ચાલો એક વાત સ્વીકારી લઈએ કે ઘણી ઓફિસ માં મેં જોયું છે પૂજા કરતા મહારાજ આવીને ઓફિસમાં રહેલા મંદિરમાં દીવો કરી જાય... પણ એ પછી ઓફિસના માલિક મંદિર તરફ આવે જ નહિ એવું થોડું ચાલે? ઓફિસમાં આવો એટલે મંદિરમાં હાથ જોડી ને તો કેબીનમાં જાવ... પણ સમય નથી... તો મારા વહાલા ઈશ્વરને પણ ક્યારેક સમય નહિ હોય... હવે તો ઘરમાં એવું થઇ ગયું છે... બધા સૂર્યવંશી વહેલા ઉઠવું... નાહવું ધોવું ગમે જ નહિ...પૈસો ઘણો ને ... સવારે એક બહેન કે ભાઈ આવે ચા નાસ્તો બનાવે... ત્યારે બધા ઉઠી.. ચા નાસ્તો આરોગે,... એ પછી સાફ સફાઈ એ જ બહેન કે ભાઈ કરે... કચરા પોતા કોઈ કરે.. રસોઈ કોઈ કરે... ઘરના માણસો નોકરી ધંધા જ કરે... અરે ભગવાનની પૂજા બીજા કરે... એ પછી ઘરના કોઈ મંદિર બાજુ ફરકે પણ નહિ... હા મેં એક પરિવાર જોયું છે... પૂજા કરવા ભગતબાપા આવે... પ્રસાદ એ જ બનાવે... અને ધરે... પૂજા પત્યા પછી લાંબી ઘંટડી વગાડે ઘરના બધા આવીને ઉભા રહી જાય (ભલે નાહ્યા ધોયા હોય કે  ન હોય) પછી આરતી થાય... બધા પ્રસાદ લઈને જાય... અને એ બધા કામ ધંધે જતા પહેલા મંદિરમાં માથું નમાવી ને જાય... બાળકો સ્કૂલે જતાં મંદિરમાં અને વડીલોને પગે લાગીને જાય...ભોજનના સમયે પહેલા મંદિરમાં થાળી ધરાવાય... સાંજે સંધ્યાકાળે ઈશ્વરને થાળ ધરાવાય પરિવારના સૌ બહાર જમવાના હોય તો પણ  પણ  આ સંસ્કાર હજી ઘણાં ઘરમાં છે...આપણા સૌરાષ્ટ્રમાં તો વિશેષ... એ સારૃં છે... ઈશ્વરને ઘરમાં બેસાડ્યા છે તો ધ્યાન રાખો...

આપણે અગાઉ એક વાત કરી કે એક વડીલને હનુમાનજીને તેલ ચડાવવા કહેવામાં આવેલું એ એમના પરિવારના દીકરાને સોંપ્યું... આપણી વાત એ છે કે પુણ્યનું જે કામ કરે એ જાતે પોતે સ્વહસ્તે કરો... એવી જ એક ઘટના ની વાત કરવી છે... આપણે વાત થઇ એમ હવે આવક સારી વધી ગઈ હોય... કામકાજ વધી ગયા હોય એટલે ઘરના ઘણા કામ જાતે ન કરતા હોય , માણસ રાખે... એક પરિવાર.. મહેનત કરતા કરતા આવકમાં ઘણું સંપન્ન થઇ ગયું... નાના ઘરમાંથી ... મોટા બંગલા માં આવી ગયું.. ચાલતા, પછી બસમાં, પછી સાયકલ, ..સ્કૂટર અને હવે કારમાં ફરતા થયા.. એ ભાઈ સતત કહે કે મારી આવડત મહેનત થી આ થયું છે... આપણે સ્વીકારવું જ રહ્યું... એ ભાઈના એક વડીલે કહ્યું કે આ એટલો મોટો બં ગલો બને છે તો એમાં એક મંદિર પણ બનાવો...તમારી મહેનત આવડત તમારૃં પ્રારબ્ધ એ બધું બરાબર પણ સાથે સાથે  આ બધું થયું એમાં ઈશ્વર ની કંપન કૃપા હોઉં...... એ ભાઈએ એ વડીલ ની વાત માની અને  મંદિર માટે  એક ઓરડી બનાવી,... , સામાન્ય રીતે કેવું હોય.. ઘરના વડીલ કે કોઈ સદસ્ય દ્વારા  મંદિરમાં સવારે મંદિરના દ્વાર ખુલે..પૂજા અર્ચના બધું થાય... રાત્રે સુતા પહેલા ઈશ્વરને વંદન કરી એમના દ્વાર બંધ થાય... પછી સૌ સુવે... આવું જોયું છે..  આ પરિવારમાં મંદિર બન્યું, સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ પછી કોઈ એ તરફ ફરકે પણ નહિ... પેલા વડીલ એક દિવસ આવ્યા અને જોયું તો દુઃખ થયું કે આ શું? મંદિર સાફ પણ ન થાય? આ ખોટું છે... જો મંદિર ર ાખો ,ઘરમાં ઈશ્વર રાખો તો પૂજા કરો... બાકી તો ઘણા લોકો ઈશ્વરમાં માને પણ ઘરમાં મંદિર ન હોય..કુંડળી જન્મપત્રિકા  ચોઘડિયા..માં માને જ નહિ...મંદિરે જાય જ નહિ. એ લોકો નાસ્તિક નથી પણ માત્ર  માનવ ધર્મ પાળે છે.. જીવનનો અભિગમ માનવીય છે... ઈશ્વર ને એ રીતે પૂજે છે... પણ તમે ઘરમાં  ઈશ્વરની સ્થાપના કરી છે... ધ્યાન રાખો... સન્માનનીય વડીલ હતા એટલે વાત માનવી તો પડે જ... એમણે એમના લોડિંગ રીક્ષા ડ્રાઇવર  ને કહ્યું કે ભાઈ તું બ્રાહ્મણ છો ને ? કોઈ એવું શોધી લાવ જે સવારે સ્નાન કરી આવે અને અમારા મંદિરમાં પૂજા કરે... કોઈ મંદિરના મહારાજ નહીં... પણ કોઈ એવી વ્યક્તિ કે જે પુરા ભાવથી પૂજા કરે... બીજા દિવસે એ ભાઈ એક બહેન ને લઈને આવ્યા અને કહ્યું કે સાહેબ આ મારા પત્ની છે.. પૂર્ણ ધાર્મિક... એને પૂજા અર્ચના નો શોખ છે અને ઘણી સ્તુતિઓ કંઠસ્થ છે... એ પૂજા કરશે..પણ સંપૂર્ણ એમની રીતે..એ શેઠે હા પાડી . એ બહેને શરૂ કર્યું... રોજ સવારે આવી જાય... મંદિરના દ્વાર ખોલે.. મંદિર માટે એક સરસ રેશમી કપડું રાખેલું એનાથી સાફ કરે... ચા  બનાવે , ઈશ્વરને ધારે એ પછી પોતે ચા પીવે... ત્યાં સુધી એમના ઘેર પણ ના પીધી હોય... પૂજા કરે... અને છેલ્લે જે  પ્રસાદ હોય એ ધરે ... પછી દીવો અસ્ત થાય ત્યાં સુધી સ્તુતિ ગાય અને પછી પ્રસાદ ડાયનિંગ ટેબલ પર મૂકી  મંદિર વધાવી નીકળી જાય... ,પૂજા સમયે કે એના ગયા પછી ઘરના કોઇ સભ્ય મંદિર તરફ આવે પણ નહિ... પેલા  બહેન જે પ્રસાદ મૂકી ને ગયા હોય એ ભાગ્યે જ કોઈ ખાય... આ સતત ચાલ્યું... એ બહેન, પેલા ડ્રાઇવરના પત્ની..વચ્ચે મહિનાના  બે ચાર દિવસ બાદ કરતા  નિયમિત ભક્તિભાવથી પૂજા કરતા રહ્યા.. અમુક વર્ષ પછી  એ શેઠ બહુ ઉદાસ બેઠા હતા...એમના પત્નીએ કારણ પૂછ્યું તો કહે કે જે વિદેશી કંપની મારી પાસે નિયમિત પાર્ટસ બનાવડાવતી હતી એણે આ વર્ષથી અમારો ઓર્ડર રીન્યુ ન કર્યો... એ ઓર્ડર એટલો મોટો હતો અને શરત  હતી કે આમાર સિવાય કોઈને આ માલ  સપ્લાય નહિ કરવાનો એટલે  બીજા ઓર્ડર લેવાય એવું હતું જ નહિ...એટલે અહીં બધાએ મોઢું ફેરવી લીધું... હવે ફેક્ટરી જ બંધ પડી ગઈ...શું કરવું? આ પછી એમણે    એના ડ્રાઇવર ,ઘરકામ વાળા ,રસોઈ વાળા વગેરે બ ધાને બોલાવીને કહી દીધું કે અમારે ધંધામાં બહુ જ મોટી ખોટ ગઈ છે....હવે અમને નહિ પોસાય... તમે બધા છુટા....,એ ભાઈ ને બંગલો ફેક્ટરી બધું વેચવાનો વારો આવી ગયો... એમને પૈસા ઘણા આવ્યા... નાની દુકાન કરી... એ પછી એક દિવસ અચાનક એમનો એ ડ્રાઇવર એની પત્ની સાથે આ શોપ પર આવ્યો.. કારમાંથી પતિ પત્ની ઉતર્યા .. પેલા શેઠે જોયું અને કહ્યું કે અરે વાહ... હવે પોતાની ટેક્સી છે? એ ડ્રાઈવર કહે કે હા... આવી દસ છે... થયું એવું કે તમારે ત્યાંથી છૂટા થયા પછી હું નોકરી શોધતો હતો ડ્રાઈવર ની એ સમયે ખબર પડી કે મોટી કંપનીમાં જગ્યા છે.. હું ત્યાં  મળવા ગયો... એ સાહેબે કહ્યું કે નોકરી તો નથી પણ તમારી પાસે લોડિંગ રીક્ષા   હોય તો  તમને કામ મળે અહીં વરધીનું...શેઠ મારી પાસે મારી પોતાની લોડિંગ રીક્ષા  તો હતી નહિ  એટલે નિરાશ થયો... એ કંપનીના શેઠ ત્યાંથી નીકળ્યા..પૂછ્યું , શું છે? ત્યારે એમના પેલા માણસે વિગતે કહ્યું...એ શેઠે મારી સામે જોયું અને  એમના મનમાં શું સુજ્યું તે કહ્યું કે તું માણસ સારો લાગે છે.. હું થોડા પૈસા આપું... લોન પર કાર લઇ લે...એ શેઠે જે પૈસા આપ્યા એનું ડાઉન પેમેન્ટ કરી  મેં કાર લીધી... આવક પણ શરૂ થઈ... હપ્તા સરળતાથી ભરાઈ ગયા... અત્યારે એ કંપનીમાં મારી લોડિંગ રીક્ષા ચાલે છે અને બીજી પણ વધારે  ખરીદી છે એ બહાર બીજી કંપનીઓમાં ચાલે છે...  શેઠ ... મેં ટ્રાન્સપોર્ટ  કંપની કરી છે...  પેલા શેઠને આનંદ થયો...

પુણ્ય ના કામ જાતે પોતે સ્વહસ્તે કરો એ બાબતે કહેવાનું એ છે કે  પેલા શેઠે ઘરમાં મંદિર કરી, ભક્તિ ન કરી પૂજા બીજા પાસે કરાવી એના કારણે એમને નુકસાન થયું એવું નથી..એમને બધું વેચી પૈસા મળ્યા એમાંથી બીજો ધંધો કર્યો.. રસ્તા પર નહોતા આવ્યા.... પણ વાત એ છે કે   એ ડ્રાઇવર  ની પત્નીએ પેલા શેઠના ઘરે જે ભક્તિભાવથી પૂજા કરી  એનું ફળ એ બહેનના પતિને  મળ્યું... એટલે જ આ પવિત્ર શ્રાવણ માસમાં જે કોઈ દેવી દેવતા ના તહેવારો આવે  એમાં પૂજા અર્ચના સ્વહસ્તે કરજો...હવાલો નહિ પાડતા, નહિ કરો તો નુકશાન જશે એવું નથી ઈશ્વર નારાજ નહિ થાય...પણ સ્વ હસ્તે કરશો તો ફાયદો તમને જ રહેશે...

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh