Advertisement
Author: નોબત સમાચાર

દિવ્યાંગ વિદ્યાર્થીઓને જોગવાઈ મુજબ વિશેષ સવલત આપવા અંગે તાકીદ

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા

જામનગર તા. ૧૬ઃ દિવ્યાંગ વિદ્યાર્થીઓને દિવ્યાંગજન અધિકારી અધિકાર અધિનિયમની જોગવાઈ મુજબ વિશેષ સવલતો આજના ગુજરાત શૈક્ષણિ સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને પત્ર દ્વારા જાણ કરી છે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓ સમક્ષ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરે તો તેમની જરૃરિયાત મુજબ વિશેષ સવલત આપવાની રહેશે.

ધો. ૩ થી ૮ મા અભયાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીને ત્રણ કલાકની પરીક્ષામાં અડધા કલાકનો વધારાનો સમય આપવાનો રહેશે, જ્યારે બે કલાકના પ્રશ્નપત્રમા ર૦ મિનિટનો વધારે સમય આપવાનો રહેશે. નવા સેરેવલ્સ પાલ્સી, બૌધિક મંહતા, ઓટીઝમ, લર્જાંગ ડિસંબલીટી, પાર્કિનશન તથા વધુ દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીને અનુક્રમે ૩૦ અને ર૦ મિનિટ ઉપરાંત વધારાની ૧પ મિનિટનો સમય આપવાનો રહેશે. દિવ્યાંગ વિદ્યાર્થીના ઉત્તીર્ણતાનું ધોરણ ર૦ ટકા રહેશે. તેમના માટે બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફ્લોરમાં ગોઠવવી, અનુક્રમ ફર્નિચર, શૌચાલયની વ્યવસ્થા કરવી, સંપૂર્ણ દૃષ્ટિહિન,, અલ્પદૃષ્ટિ, બધિરો સેરેબલ્સ પાલ્સી, ઓટીઝમ, બહુવિક્લાંગતા, બધિર અને તીવ્ર બહેરાશ ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીને કોમ્પ્યુટર સ્ક્રીન રીડર, બ્રેઈલ ગણીતિક કંપાસ, વગેરેનો છૂટ આપવી સહિતના જરૃરી સાધનોનો ઉપયોગ કરી શકશે. બ્રેઈલ લી૫ીવાળા પ્રશ્નપત્રની વ્યવસ્થા કરવા અથવા રીડર-રાઈટર ની વ્યવસ્થા કરવાની રહેશે. જોડણી ભૂલ અને મોટી વાક્યરચના ક્ષમ્ય ગણવી, ગણિત વિષયમાં સ્ટેપની ભૂલ ગ્રાહ્ય રાખવી.

ધો. ૬ થી ૮ માં પ્રજ્ઞાચક્ષુને ડિજિટલ માધ્યમથી બોલીને પ્રશ્નનો જવાબ આપી શકે તે માટે વિશિષ્ટ શિક્ષકોની વ્યવસ્થા કરવી, પરીક્ષામાં શ્રાવ્ય ફાઈલને રવાહી તરીકે ગણવાની રહેશે. ઉત્તરવહી ભાષા સિવાય કોઈપણ એક ભાષામાંથી મુક્તિ મળી શકશે. આકૃતિ, ચિત્ર દોરવામાંથી મુક્તિ આપવાની રહેશે. આ માટે વૈકપિક પ્રશ્ન આપવાના રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh