Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા.ની આર્થિક સ્થિતિ સુધરશે..!!
ખંભાળિયા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયા નગર પાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોય કર્મચારીના પગાર નહીં ચુકવાતા, લાઈટ બીલનો પ્રશ્ન હોય પાલિકા ઈન્ચાર્જ ચીફ ઓફિસર રાહુલભાઈ કરમુર તથા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીની ટીમ દ્વારા કરવેરા વસુલાત ઝુંબેશ શરૃ કરાઈ છે.
પાલિકાના કર્મચારી કિશોરસિંહ સોઢા તથા જીતેશભાઈ મકવાણા વિ.ની આગેવાનીમાં બાકીદારોને એડવાન્સ તથા સમયસર કરવેરો ભરીને ૧૦ ટકા વળતરનો લાભ મેળવવા તથા બાકી રકમ પર પેનલ્ટીથી બચવા સાથે પાલિકાના નિયમિત કરદાતા બનવાની અપીલ સાથે ઝુંબેશ શરૃ કરીને સમજાવટ સાથે કડક પગલા પણ શરૃ કર્યા હતાં.
૬ દુકાન સીલ
ખંભાળિયામાં માંડવી ટીંબા વિસ્તારમાં આવેલ શિવહરી કોમ્પલેક્ષ વિસ્તારમાં બાકી કરવેરા ધારકોને નોટીસ છતાં કંઈ કર નહીં ભરતા છ દુકાનો સીલ કરવા પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
અગાઉ પણ પાલિકાની બોડી દ્વારા કર વસૂલાત ઝુંબેશ ગત ટર્મમાં થઈ હતી તે સફળ થઈ હતી. હાલ ઝુંબેશને કારણે ૨૦ દિવસમાં ૨૧ લાખની વસુલાત થતાં તળિયા ઝાટક પાલિકાની તિજોરીમાં રોજ એકાદ લાખની નોંધપાત્ર આવક ચાલુ થઈ છે.
પગાર ચૂકવવા પૂર્વ કારો. ચેરમેનની રજૂઆત
ખંભાળિયા પાલિકાની આર્થિક સ્થિતિ બગડતા તથા પગાર વિકલ્પ ઓકટ્રાય ગ્રાન્ટ ત્રણ માસને બદલે બે માસની આવતા ગત ઓકટોબર માસમાં દીવાળી વખતે પગાર ચુકવાયો હતો તે પછી પાલિકાના કર્મચારીઓને નવેમ્બર- ડિસેમ્બરનો પગાર નહીં ચુકવાતા તથા હાલ જાન્યુઆરી અડધો વીતી ગયો હોય પાલિકાના રોજમદાર તથા ફીકસ પગારના કર્મચારીઓની સ્થિતિ ખૂબ જ વિકટ હોય પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન આચાર્યએ પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને આ બાબતે યોગ્ય કરવા રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial