Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ભાજપ દ્વારા જિલ્લા તથા મહાનગરોના પ્રમુખોના નામની જાહેરાત ક્યારે?

ભાજપ ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળઃ પ્રદેશ કક્ષાની કમજોરીઃ

ખંભાળિયા તા. ૧૬ઃ ગુજરાતમાં જિલ્લા અને મહાનગરોના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોના નામની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો હોવાથી પક્ષમાં કઈ રીતે નિર્ણય કરવો તે અંગે ચોક્કસ નીતિ નક્કી થઈ નથી.

ઉત્તરાયણના સંદર્ભમાં ગુજરાતમાં આવેલા કેન્દ્રિય મંત્રી તથા હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રિય મંત્રી અમિત શાહ તથા ગુજરાત ચૂંટણી પ્રભારી કેન્દ્રિય મંત્રી ભૂનેન્દ્ર યાદવની મુલાકાત થતા ચર્ચા અને નામોની પસંદગી બાબતે આગળ વધવાનું કહેવાય છે. એક મત અનુસાર પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્પ્રમુખ નીમીને પછી તેમને જિલ્લા મહાનગર પ્રમુખો તેમની મરજી મુજબ થવા દેવાનો વ્યૂહ ચર્ચાય છે, તો એક મતે પહેલા જિલ્લા અને મહાનગર પછી રાજ્ય પ્રમુખ એમ પણ કહેવાય છે.

ભાજપના ગુજરાત પ્રમુખ સી.આર. પાટીલે વિધાનસભામાં ભાજપના રેકોર્ડ ધારાસભ્યો નીમીને ડંકો વગાડ્યો તથા કડક પગલાં મહામંત્રી કક્ષાના પદાધિકારી બદલવાના રેકોર્ડ સર્જેલા પણ તેઓ દિલ્હી જતા પાછળથી બિચારૃ થઈ ગયેલું રાજ્ય ભાજપ ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળ ગયું હોય તેમ તાજેતરમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં ભાજપ ૫ક્ષના મેન્ડેટના ચિથરા ઊડ્યા, અમરેલી લેટરકાંડમાં ભાજપની આબરૃ બગડવી છેલ્લે છેલ્લે કડક પગલાં જેવા મુદ્દાઓમાં ભાજપ ગુજરાતની નબળી સ્થિતિની નોંધ છેક દિલ્હી સુધી પહોંચી છે!

આગામી સમયમાં ૭ર ન.પા., ૧૦૦ તા.પં. જૂનાગઢ મનપા, ખેડા જિ.પં.ની ચૂંટણીઓ આવનાર છે, ત્યારે ભાજપ માટે આ સ્થિતિ પડકારરૃપ બની શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh