Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયામાં ગંજીપાના કૂટતા ચાર ઝબ્બેઃ એક ફરારઃ
જામનગર તા.૧૬ ઃ જામનગરના ઘાંચીના નાકા પાસે વર્લીનું બેટીંગ લેતા ત્રણ શખ્સ ઝડપાયા છે. ભાણવડમાંથી પણ વર્લીબાજ પકડાયો છે. ખંભાળિયામાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા ચાર સામે કાર્યવાહી કરાઈ છે. જ્યારે સલાયામાંથી ચાર શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા છે અને એક નાસી ગયો છે.
જામનગરના ઘાંચીના નાકા પાસે વહેવારીયા મદ્રેસા નજીક ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા રૃહાન બશીર સમા, શબ્બીર મહંમદ ધમારીયા, શબ્બીર ઈકબાલ સોઢા નામના ત્રણ શખ્સને સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડી વર્લીના આંકડા લખેલી ડાયરી, બોલપેન, રોકડ રકમ કબજે કરી જુગારધારાની કલમ ૧૨ (અ) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ત્રણ પાટીયા પાસે પાનની એક દુકાને ગઈરાત્રે વર્લીનું બેટીંગ લઈ રહેલા સંજય રણમલભાઈ કોટા નામના શખ્સને પકડી લેવામાં આવ્યો છે. તેની પાસેથી પણ રૃા.રપ૦૦ રોકડા, આંકડા લખેલી ચિઠ્ઠી મળી આવી છે.
ખંભાળિયાના જોધપુર નાકા પાસે ગઈકાલે બપોરે ચલણી નોટના નંબર પર જુગાર રમતા અજય જયંતિભાઈ ગોદરીયા, કમલેશ દિનેશભાઈ ગોદરીયા નામના બે શખ્સને પોલીસે પકડી લીધા છે. જ્યારે ગાયત્રીનગર પાસે સુનિલ અશોકભાઈ બામરોલીયા અને સની દલસુખભાઈ બામરોલીયા નામના બે શખ્સને પોલીસે દબોચી લીધા છે.
સલાયામાં ડીવીનગરમાં મંગળવારની રાત્રે ગંજીપાના વડે જુગાર રમતા રશીદ આદમ સંઘાર, નઝીર દાઉદ સુંભણીયા, ઈશાક ઓસમાણ ચમડીયા, મહેબુબ સુમાર ગજીયા નામના ચાર શખ્સને પોલીસે દરોડો પાડી પકડી લીધા હતા. જ્યારે પોલીસને જોઈને અકબર ઉર્ફે ડાડો મમુ સૈયદ નામનો શખ્સ નાસી ગયો હતો. પટમાંથી રોકડ કબજે કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial