Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબાજીમાં આચાર્ય સંઘનુ ૫૩ મું અધિવેશન યોજાયુઃ
ખંભાળિયા તા. ૧૬ઃ અંબાજીમાં રાજય આચાર્ય સંઘનુ ૫૩ મુંુ અધિવેશન યોજાઈ ગયુ, જેમાં રાજયના શિક્ષણમંત્રીએ ઉદ્બોધન કર્યું હતું.
તાજેતરમાં અંબાજી યાત્રાધામમાં રાજય આચાર્ય સંઘનું ૫૩મું અધિવેશન ત્રણ દિવસનુ યોજાયું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૩૨૦૦ જેટલા આચાર્યો ઉમટી પડયા હતાં.
કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા રાજયના શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરએ આચાર્ય અધિવેશનને શિક્ષણના હિત માટે ચર્ચા વિચારણા અને માર્ગદર્શન મળે છે તેમ જણાવીને ઉમાશંકર જોશી, અબ્રાહમ લીંકન, સુંદરમના ઉદાહરણો આપીને શિક્ષક એ દુનિયાના સૌથી સન્માનીત વ્યકિત હોવાનું જણાવીને નવી એજયુકેશન પોલિસી અંગે તથા નવ મૂલ્યો અંગે વિસ્તારથી સમજાવ્યુ હતું તથા તાજેતરમાં અપારકાર્ડની કામગીરીમાં સમયદાન કરવા બદલ આચાર્યો - શિક્ષકોને અભિનંદન આપ્યા હતા તથા રાજય સરકાર દ્વારા શિક્ષકો, આચાર્યોના પ્રશ્નો હલ કર્યા છે તેમ જણાવીને હજુ પણ બાકીના પડતર પ્રશ્નો તુરત ઉકેલવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું તથા આચાર્ય બનનાર શિક્ષકના પગારની વિસંગતતા ૩૦૦ રજા રોકડ રૃપાંતર જેવા પ્રશ્નોના નિરાકરણ અંગે પણ ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ પણ પ્રવચનો કર્યા હતા.
અધ્યક્ષ સ્થાનેથી જોરદાર વકતવ્ય
રાજય આચાર્ય સંઘના અધ્યક્ષ તથા પૂર્વ આચાર્ય સંઘ પ્રમુખ જે.પી. પટેલ દ્વારા વિસ્તૃત વકતવ્ય રજુ થયું હતું તેમણે રાજય સરકારનો આભાર માન્યો હતો કે ગત અધિવેશનમાં રજુ થયેલ મોટાભાગના પ્રશ્નો હલ થયાનું જણાવીને અત્યાર સુધીમાં ૧૯ પ્રશ્નો હલ થયાનું જણાવીને તાકીદે કલાર્ક-પટાવાળાની ભરતી કામચલાઉ રીતે જિલ્લા કક્ષાએથી જ થાય તથા શિક્ષકોની ખાલી જગ્યા પર પ્રવાસી શિક્ષકો મળે તેવી વ્યવસ્થા કરવા પણ માંગ કરવામાં આવી હતી.
આચાર્ય સંઘના આ અધિવેશનમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન વકતવ્યો તથા વહીવટી શૈક્ષણિક માર્ગદર્શન પણ પુરૃં પાડવામાં આવ્યું હતું તથા અધિવેશનના અંતે ખુલ્લા મંચમાં ચર્ચા વિચારણાઓ તથા પ્રશ્નો અંગે પણ ચર્ચાઓ થઈ હતી.
રાજય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી અધ્યક્ષ જે.પી. પટેલ તથા સમગ્ર ટીમ રાજય આચાર્ય સંઘ દ્વારા ખાસ જહેમત ઉઠાવાઈ હતી તથા વિશાળ સંખ્યામાં સમગ્ર રાજયમાંથી આચાર્યો ઉમટી પડયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial