Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બન્યું ભારત
નવી દિલ્હી તા. ૧૬ઃ ઈસરોએ અંતરીક્ષામાં ઈતિહાસ રચ્યો છે. સ્પેડેક્ષ સેટેલાઈટે ડોકિંગ પ્રોસેસ પૂર્ણ કરી હોવાથી આ સિદ્ધિ મેળવનાર દુનિયાનો ચોથો દેશ ભારત બન્યું છે.
ભારતે અવકાશમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ઈસરોના સ્પેડેક્ષ મિશને ઐતિહાસિક ડોકિંગ સફળતા હાંસલ કરી છે. ઈસરોએ પ્રથમ વખત પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક બે ઉપગ્રહો મૂક્યા. આ સાથે ભારત આ સિદ્ધિ મેળવનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની ગયો છે. ભારત માટે આ ખરેખર ગર્વની ક્ષણ છે. પીએમ મોદીએ આ ઐતિહાસિક સિદ્ધિ માટે ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ ઈસરોએ પણ આ ઐતિહાસિક સિદ્ધિ માટે તેની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે સ્પેડેક્ષ મિશનની ડોકિંગ પ્રોસેસ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે. હોલ્ડ પોઈન્ટનો ૧પ મીટરથી ૩ મીટર સુધી લાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
ભારત અવકાશમાં સફળ ડોકિંગ હાંસલ કરનાર ચોથો દેશ બન્યો છે. તા. ૧ર જાન્યુઆરી, રવિવારના બન્ને સ્પેડેક્ષ ઉપગ્રહો, ચેઝર અને ટાર્ગેટ, એકબીજાની ખૂબ નજીક આવ્યા હતાં. બન્ને ઉપગ્રહોને પહેલા ૧પ મીટર અને પછી ૩ મીટર નજીક લાવવામાં આવ્યા હતાં. આના એક દિવસ પહેલા એટલે કે શનિવારે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશનમાં સામેલ બે ઉપગ્રહો વચ્ચેનું અંતર ર૩૦ મીટર હતું.
અગાઉ આ મિશન પણ બેથી ત્રણ વખત સ્થગિત કરવામાં આવ્યું હતું. અવકાશ ડોકિંગ પ્રોસેસ મિશનનો ઉદ્દેશ અવકાશમાં ડોકિંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો છે. જે ભારતના ભાવિ અવકાશ પ્રયાસો માટે મહત્ત્વપૂર્ણ છે. હવે આ મિશન સ્પેસ સ્ટેશન અને ચંદ્રયાન-૪ ની સફળતા નક્કી કરશે.
આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ૩૦ ડિસેમ્બરે ઈસરોએ પીએસએલ વી-સી૬૦ રોકેટની મદદથી આ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ભારતનું પ્રથમ મિશન જેને ડોકિંગની જરૃર પડશે તે ચંદ્રયાન-૪ હોઈ શકે છે. આ મિશન ચંદ્રમાંથી પૃથ્વી પર સેમ્પલ લાવશે. આ મિશનનું રીએન્ટ્રી મોડ્યુલ પૃથ્વીના વાતાવ ગરમીનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવશે. ચંદ્રમાંથી નમૂનાઓ વહન કરતું ટ્રાન્સફર મોડ્યુલ પૃથ્વીના વાતાવરણમાં રીએન્ટ્રી મોડ્યુલ સાથે ડોક કરશે.
ભારતીય સ્પેસ સ્ટેશનની સ્થાપના માટે પણ ડોકિંગની જરૃર પડશે. ઈસરોએ ૩૦ ડિસેમ્બરે બે નાના ઉપગ્રહો-એસડીએક્સ૦૧(ચેઝર) અને એસડીએક્સ૦ર (ટાર્ગેટ) લાન્ચ કર્યા હતાં. તેમને ર૦ કિ.મી.ના અંતરે લો-અર્થ સર્ક્યુલર ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા છે.
આ પછી તેઓ ધીમે ધીમે એકબીજાની નજીક આવ્યા અને ડોકિંગ પ્રોસેસ હાથ ધરવામાં આવી. ડોકિંગમાં બે ઝડપી ગતિશીલ અવકાશયાનને એક જ ભ્રમણકક્ષામાં લાવવાનો સમાવેશ થાય છે. પછી ધીમે ધીમે તેમને નજીક લાવવામાં આવે છે અને અંતે તેમને એકસાથે જોડવામાં આવે છે. ભારે અવકાશયાનની જરૃર હોય તેવા મિશનને પૂર્ણ કરવા માટે આ ક્ષમતા આવશ્યક છે. અવકાશયાન જે એક જ પ્રક્ષેપણ વાહન દ્વારા અવકાશમાં લોન્ચ કરી શકાતું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial