Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શ્રૃતસ્થવીર ડો. દીપરત્નસાગરજીના ત્રિવેણી મહોત્સવની ૧૯ જાન્યુ.એ ઉજવણીઃ વિવિધ કાર્યક્રમો યોજાશે

જૈન સાહિત્યના ૭૭૪ પુસ્તકોનું ડિજિટલાઈઝેશન કરનારા

જામનગર તા. ૧૬ઃ જૈન સાહિત્યના ૭૭૪ પુસ્તકોનું ડિજિટલાઈઝેશન કરીને તેને ઈન્ટરનેટ પર મૂકનાર જામનગરના ૭૧ વર્ષિય જૈન મહારાજ ડો. દીપરત્નજીસાગરજીનો સન્માનનો ત્રિવેણી મહોત્સવ યોજવામાં આવ્યો છે. આ મહોત્સવ તા. ૧૯-૧-ર૦રપ ના દેવબાગ ઉપાશ્રય, કલ્યાણજી ચોક, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

પૂર્વ જીવનમાં જેની ઓળખ ડીસીસી હાઈસ્કૂલના શિક્ષક દીપકભાઈ ઠક્કર હતી. તેઓએ ભાવનગરની બી.એડ કોલેજના પ્રોફેસર તરીકે નોકરી કર્યા પછી ૪૪ વર્ષથી સંસારનો ત્યાગ કરી સંયમના માર્ગે જીવન જીવનારા તથા શ્રૃતસ્થવીરની પદવી મેળવનાર જૈનમુનિ મહારાજ ડો. દીપરત્નસાગરજી દ્વારા જૈન સાહિત્ય દિર્ઘકાળ સુધી સંચવાયેલું રહે તે માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે.

જૈનમુનિ મહારાજ ડો. દીપરત્નસાગરજી દ્વારા જૈન ધર્મના શાસ્ત્રો, ગ્રંથોના સંદર્ભમાં આગમ શાસ્ત્રના ૬૮૭ અને અન્ય વિવિધ વિષયોના ૮૭ પુસ્તકો મળીને કુલ ૭૭૪ પુસ્તકોનું સર્જન કરવામાં આવ્યું છે. આ અમૂલ્ય સેવા બદલ તેઓના સન્માનનો ત્રિવેણી મહોત્સવ તા. ૧૯/૧ ના દેવબાગ ઉપાશ્રય, કલ્યાણજીના ચોક પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે.

જેમાં આગમના ૧ લાખ શ્લોક પ્રમાણ સાહિત્યનો ગુજરાતી અનુવાદ તથા ૪૦ પુસ્તકોનું એક સાથે વિમોચન થશે. ુુુ. ઙ્ઘીીૅટ્ઠિંહટ્ઠજટ્ઠખ્તટ્ઠિ.ર્ખ્તિ વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવશે, તેમજ ડો. દીપરત્નસાગરજીના આગામી કાર્ય રૃપે ૧ર,પ૦૦ કરતા વધુ પાનામાં સાડાત્રણ લાખ પ્રાકૃત સંસ્કૃત ભાષાના આગમ સાહિત્યનું સંશોધન અને સંવાદનું કાર્ય થશે. જેને પૂરૃ થવામાં ચાર વર્ષ જેવો સમય લાગશે. તેમજ ઉગ્ર શ્રુતતપસ્વી એવા ડો. દીપરત્નાગરજીને તેમના ૪૦ વર્ષના શ્રુત તપના બદલામાં સ્વાધ્યાયતપોધની એવું બિરૃદ અપાશે.

પૂ. મહારાજશ્રી ૭૧ વર્ષના થયા છે. ૪પ વર્ષનો તેમનો સંમય પર્યાય છે. આ ઉંમરે પણ તેઓ જૈન શાસનની શ્રુત સેવામાં કાર્યરત છે. તેઓના દોઢ લાખ કરતા વધુ પાનામાં ૭૭૪ પુસ્તકો દ્ઘટ્ઠૈહીઙ્મૈહ્વટ્ઠિિઅ.ર્ખ્તિ ઉપર પ્રાપ્ત છે જે નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh