Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેનેડીમાં ઝટકા મશીનમાંથી આંચકો લાગતા ખેડૂતનું મોતઃ
જામનગર તા.૧૬ ઃ જામનગર નજીકના દરેડ ગામમાં ઝૂંપડપટ્ટી પાસે દોઢેક મહિના પહેલાં મૂળ મધ્યપ્રદેશના એક યુવાનને મારામારીમાં ઈજા થયા પછી તેઓ પોતાના વતનમાં પરત ચાલ્યા ગયા હતા જ્યાં માથામાં દુખાવો થવા લાગ્યા પછી આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કલ્યાણપુરના કેનેડી ગામમાં ખેતરમાં નિંદણકામ કરી રહેલા ખેડૂતને ઝટકા મશીનમાંથી લાગેલો વીજ આંચકો ભરખી ગયો છે.
જામનગર-લાલપુર માર્ગ પર આવેલા દરેડ ગામમાં વસવાટ કરતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના સાગર જિલ્લાના બંડા ગામના વતની સત્યમ વિજય મિશ્રા ઉર્ફે સત્યવ્રત નામના યુવાનને ગઈ તા.૨૨ નવેમ્બરની રાત્રિના સમયે કોઈની સાથે મારામારી થઈ હતી. તે પછી ઈજા પામેલા સત્યમ મિશ્રાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તે પછી પોતાના વતનમાં ચાલ્યા ગયેલા સત્યમ મિશ્રાને માથામાં દુખાવો થવા લાગતા દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું વિજય બાલમુકુંદ મિશ્રાએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કર્યા પછી પીઆઈ વી.જે. રાઠોડે તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં રહેતા દિનેશભાઈ રત્નાભાઈ નકુમ (ઉ.વ.૩૪) નામના સતવારા યુવાન સોમવારે કેનેડી ગામની સીમમાં ભાગમાં રાખેલી વાડીએ નિંદણ કામ કરવા માટે ગયા હતા. આ વેળાએ દિનેશભાઈએ ઝટકા મશીનનો વાયર અડકી જતાં તેઓને વીજ આંચકો લાગ્યો હતો. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું તેમના પિતા રત્નાભાઈ સવજીભાઈ નકુમે પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial