Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રિપલ સવારીમાં આવેલા હુમલાખોરોનું કૃત્યઃ
જામનગર તા.૧૬ ઃ ખંભાળિયામાં મકરસંક્રાંતિની બપોરે હર્ષદપુરના એક યુવાનના બાઈક પર ચઢી આવેલા ત્રિપલ સવારી બાઈકે અકસ્માતનો પ્રયત્ન કર્યાે હતો. તે બાઈક ચાલકને સમજાવવા જતા હર્ષદપુરના યુવાનને ત્રણ શખ્સે ઢીબી નાખ્યો હતો.
ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામમાં રહેતા અને ગેરેજ ચલાવતા મયંક ડાયાભાઈ નકુમ મંગળવારે બપોરે ચારેક વાગ્યે ખંભાળિયા શહેરમાં જોધપુર નાકા પાસેથી પોતાના મોટરસાયકલ પર પસાર થતાં હતા.
આ વેળાએ ત્રિપલ સવારી એક મોટરસાયકલ ધસી આવ્યું હતું. તેના ચાલકે મયંક પર વાહન ચઢાવવાનો પ્રયાસ કર્યાે હતો. તેથી મોટરસાયકલ ઉભુ રાખી મયંક નીચે ઉતરી તે બાઈકના ચાલકને કહેવા જતા તેના પર ખોડિયારચોકમાં રહેતા સચિન કરમણભાઈ ચોપડા, કિશન કાનજીભાઈ બગડા ઉર્ફે પાંચો તથા એક અજાણ્યા શખ્સે હુમલો કરી ગાળો ભાંડી હતી. આ વેળાએ કિશને માથામાં પાઈપ ફટકારી ઈજા પહોંચાડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial