Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં યુવકને ધોકો ફટકારી કાંડુ ભાંગી નખાયુંઃ
જામનગર તા.૧૬ ઃ જામનગરના સિક્કામાં આવેલી ડીસીસી જેટી પર લાંગરેલી પોતાની બોટ જોવા ગયેલા એક માછીમાર પર બોટ હટાવવાની બાબતે ત્રણ શખ્સે ફાયબરના પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે દ્વારકામાં સપ્તાહ પૂર્વે એક યુવાનને ત્રણ શખ્સે ધોકો ફટકારી હાથનું કાંડુ ભાંગી નાખ્યું હતું.
જામનગર તાલુકાના સિક્કા ગામના આઝાદ ચોકમાં રહેતા જુનસભાઈ જુસબભાઈ ભગાડ નામના પ્રૌઢ સોમવારે સવારે સિક્કામાં ડીસીસી જેટી નજીક આવેલી કેશુભાઈની સાઈટ પર રાખવામાં આવેલી પોતાની બોટ જોવા માટે ગયા હતા.
આ વેળાએ રઝાક બારોયા નામના સિક્કાના જ શખ્સે જુનસભાઈની બોટ હટાવી પોતાની બોટ રાખી દીધેલી જોવા મળતા જુનસભાઈએ બોટ કોણે હટાવી તેમ પૂછતા રઝાકે ગાળો ભાંડી હતી અને ત્યાં નજીકમાં પડેલો પાઈપ ઉઠાવી તેનાથી હુમલો કર્યાે હતો. તે પાઈપ જુનસભાઈએ પકડી લેતાં જાકુબ બારોયા, અખ્તર બારોયાએ પણ પાઈપ વડે હુમલો કરી ગાળો ભાંડી માર માર્યાે હતો.
આ બાબતની સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે બીએનએસની કલમ ૧૧૫ (ર), ૩પર, ૫૪, જીપી એક્ટ કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ માટે તજવીજ કરી છે.
દ્વારકા શહેરમાં નાગેશ્વર રોડ પર અંબુજાનગરમાં રહેતા મુકેશ મશરીભાઈ કરંગીયા નામના યુવાનને ગઈ તા.૬ની રાત્રે બેએક વાગ્યે ફોન કરીને રાણાભા માણેક, ભરતભા માણેક, વિજયભા માણેક નામના ત્રણ શખ્સે પરસોત્તમ ભવન પાસે બોલાવ્યા હતા.
આ શખ્સોએ તે રૃમ ભરવા બાબતે ગાળો કેમ આપી હતી તેમ કહી ગાળો ભાંડ્યા પછી ધોકો ફટકારી હાથનું કાંડુ ભાંગી નાખ્યું હતું. પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial