Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠેર-ઠેર ઈંટો, પથ્થર, કાટમાળના ઢગલાઃ ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ
ખંભાળિયા તા. ૧૬ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે તથા તેમની ટીમના એકાદ હજાર પોલીસકર્મી તથા અધિકારીઓ, ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ તથા ઈન્ચાર્જ કલેકટર એ.બી. પાંડોરના માર્ગદર્શનમાં પ્રાંત અધિકારી અમોલ આવરે, મામલતદાર દ્વારકા તથા ઓખા પાલિકા ચીફ ઓફિસર શુકલાની આગેવાનીમાં શનિવારથી મેગા ડિમોલેશન શરૃ થયું હતું જે પાંચ દિવસ સતત ચાલુ રહ્યું હતું અને ૫૨.૮૪ કરોડની જમીન ખુલ્લી થઈ હતી. ૬ઠ્ઠા દિવસે પણ ડિમોલિશન ચાલુ છે. ચુસ્ત કડક બંદોબસ્ત હેઠળ કાર્યવાહી થઈ રહી છે.
પાંચમાં દિવસે પચાસ દબાણ દૂર થયા
સવારથી સાંજ સુધીમાં બેટ દ્વારકામાં ચાર વિસ્તાર તથા હનુમાન દાંડી વિસ્તારમાં સવારથી સાંજ સુધી દબાણ હટાવો કાર્યવાહી ચાલુ રહી હતી. સાંજ સુધીમાં ૫૦ દબાણો દૂર થયા હતા જેમાં ૪૩ રહેણાક મકાનો, બે કોમર્શિયલ બિલ્ડીંગ તથા પાંચ અન્ય મળીને કુલ ૫૦ દબાણો હટાવાયા જેમાં ૧૪૨૫૧ ચો.મી. જગ્યા ખાલી થઈ, જેની કિંમત ૫.૬૮ કરોડની અંદાજીત થાય છે.
૫૨.૮૪ કરોડની જમીન ખાલી થઈ
બેટ દ્વારકામાં થયેલા આ બીજા રાઉન્ડના દબાણ હટાવો ઓપરેશનમાં પાંચમાં દિવસમાં એક લાખ છસો બત્રીસ ચોરસ મીટર જમીન ખાલી થઈ છે જે દ્વારકા જિલ્લાના ડિમોલેશનનો રેકોર્ડ છે !!
બેટ દ્વારકામાં ધાર્મીક સ્થાનો, રહેણાંક મકાનો તથા વંડા, કોમર્શિયલ સ્થળો શોપીંગ સેન્ટરોથી માંડીને અનેક દબાણો, ગૌચર તથા સરકારી ખરાબાની જમીનો પરના દબાણો હટાવાય છે.
સિમેન્ટ કોન્ક્રીટના ઢગલામાં ફેરવાયું !!
સતત દબાણ હટાવો ઓપરેશનને કારણે બેટ દ્વારકામાં ૫૨.૮૪ કરોડની કિંમતની એક લાખ ચોરસ ફૂટ ઉપરાંતની જમીનો ખાલી થતાં ઠેર-ઠેર મકાનનો કાટમાળ, ઈંટો, પથ્થર, ઢગલા જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું છે.
જનજીવન ધબકતું થયું !
બેટ દ્વારકા સંવેદનશીલ હોય તથા અહીં આંતરિક તથા આંતર રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનું હોય શનિવારથી દબાણ હટાવો ઓપરેશનના પગલે પોલીસ દ્વારા સુદર્શન સેતુ બંધ કરીને બજારો પણ બંધ રાખીને યાત્રીકો પ્રવાસીને પણ મનાઈ ફરમાવામાં આવી હતી. પરંતુ ગઈકાલથી બેટ દ્વારકા મંદિર તથા હનુમાન દાંડી, ૮૪ ધૂણા તથા મંદિરોમાં યાત્રીકોને જવાનું ખુલ્લું કરતા બેટ દ્વારકા સુદર્શન સેતુ મુસાફરો યાત્રીકોથી ધમધમતા થયા હતા. પોલીસ બંદોબસ્ત ચાલુ છતાં લોકો આરામથી ફરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial