Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્ય વિભાગે કરી જરૂરી કામગીરીઃ
જામનગર તા. રરઃ કલ્યાણપુરના લાંબા ગામના વાડી વિસ્તારમાં રહેતા પરિવારના માસુમ બાળકને ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા તેને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ તેના રહેણાંક મકાન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા આનુસાંગિક કામગીરી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વાડી વિસ્તારમાં રહેતા ખેતશ્રમિક પરિવારના એક માસુમ બાળકને ચાંદીપુરા રોગના લક્ષણો જોવા મળ્યા હતાં. આથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી છે, અને તેના જરૂરી સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જ્યારે સ્થાનિક આરોગ્ય તંત્રની ટીમ દ્વારા આ પરિવારના મકાનની દીવાલો સહિતમાં ડસ્ટીંગ અને જંતુનાશક દવાનો છંટકાવની કામગીરી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial